<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

પિત્રાઇ ભાઇ સાથે ચા પીવા ગયેલા તુષાર રાઠોડને કડાના ઘા માર્યા

આજીડેમ ચોકડી માન સરોવર પાર્કમાં બનાવ બૂલેટ લઇ સામે આવેલા શખ્‍સે કારણવગર ઝઘડો કર્યો

રાજકોટ તા. ૨૦: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર નજીક ભીમરાવનગર-૪માં રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં તુષાર મનસુખભાઇ રાઠોડ (ઉ.વ.૧૮)ને રાતે આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્કમાં નોબલ સ્‍કૂલ પાસે હતો ત્‍યારે બૂલેટ પર આવેલા શખ્‍સે હાથમાં પહેરેલા કડાથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ચોકીના રામશીભાઇ, કેતનભાઇ અને તોૈફિકભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

તુષારે જણાવ્‍યું હતું કે હું અને મારા કાકાનો દિકરો વિવેક રાતે માન સરોવર પાર્ક પાસે ચા પીને ઘર તરફ બાઇકમાં જઇ રહ્યા હતાં ત્‍યારે ઢાળ પર સામે બૂલેટ આવતાં તેની લાઇટથી આંખ અંજાઇ જતાં મેં તેના ચાલકની સામે જોયુ હતું. પછી અમે આગળ જતાં બૂલેટવાળાએ પાછા આવી અમારા બાઇકને આંતરી મને ગાળો દઇ કડાથી માર માર્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:49 PM IST)