તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
બુટલેગર અરબાઝ શેખને પાસામાં ધકેલી દેતાં પોલીસ કમિશનર ઝા
ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, એએસઆઇ બી. જે. જાડેજા, ભરતભાઇ સહિતે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૦: દારૂના ગુનાઓમાં સામેલ અરબાઝ જાકીરભાઇ શેખ (ઉ.વ.૨૫-રહે. આરએમસી ક્વાર્ટર બ્લોક નં. ૩૬ રૂમ નં. ૧૯૯૬, પુષ્કર ધામ રોડ પ્રેમ મંદિર પાછળ, ભાડેથી)ને પાસા તળે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.
અરબાઝ અગાઉ દારૂના બે ગુનામાં ડીસીબી પોલીસના હાથે પકડાયો હતો. જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં દરખાસ્ત તૈયાર થતાં મંજુર થઇ હતી. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી, વિરેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. ઉમેશભાઇ ચાવડા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી સહિતની કામગીરી કરી હતી.
(2:16 PM IST)










