<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

૧૬ લાખ ૪૫ હજારનો ચેક રિટર્ન થતાં એમ.પી.ની કંપનીના ડાયરેકટર વિરૂધ્‍ધ કોર્ટમાં ફરિયાદ

આરોપીને રાજકોટની અદાલતમાં હાજર થવા ફરમાન

રાજકોટ તા. ૨૦ : તાપી જીલ્લાના વ્‍યારા મુકામે રહેતા અને મધ્‍યપ્રદેશમાં ગ્‍વાલીયર મુકામે કવાડશીપ ટ્રાયમેકસ પ્રા.લી. ના ડાયરેક્‍ટર તરીકે રહી ધંધો કરતા અંકુર ધીરૂભાઈ ગમીતે ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત કરવા ઈશ્‍યુ કરી આપેલ ચેક રીર્ટન થતા તે અન્‍વયે રાજકોટના રહીશ અને નેવીલ ઓવર્સીસ પેઢીના માલીક મોનીક બીપીનભાઈ લોઢીયાએ ફરીયાદ દાખલ કરતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજીએ વાડશીપ ટ્રાયમેક્‍સ પ્રા.લી. કંપની તથા તેના ડાયરેક્‍ટર અંકુર ગમીતને અદાલતમા હાજર થવા સમન્‍સ ઈસ્‍યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી રાજકોટ મુકામે નેવીલ ઓવર્સીસ નામે પેઢી ધરાવતા હોય અને ઈન્‍પોર્ટ એક્ષપોર્ટનું કામકાજ કરતા હોય અને આરોપી તાપી જીલ્લા ના વ્‍યારા મુકામે રહેતા હોય અને મધ્‍યપ્રદેશમાં ગ્‍વાલીયર મુકામે કવાડશીપ ટ્રાયમેકસ પ્રા.લી. ના ડાયરેક્‍ટર દરજજે ધંધો કરતા હોય ફરીયાદી તથા આરોપી એક્ષપોર્ટ ઈમ્‍પોર્ટના ક્‍લાસીસમા મળેલ અને થયેલ મિત્રતાના ભાગરૂપે આરોપીને છ માસ માટે નાણાની જરૂર હોવાથી રૂા.૧૨,૪૫,૦૦૦ બેંક ટુ બેંક અને રૂા.૪,૦૦,૦૦૦ રોકડા મળી રૂા.૧૬,૪૫,૦૦૦ આપતા સમય અવધી પુર્ણ થતા રકમ ની માંગણી કરતા આરોપીએ આ રકમનો ચેક સહી કરી ઈશ્‍યુ કરી આપી ચેક પરત ફરશે નહી તેવા વચન વિશ્વાસ અને ખાત્રી આપતા તે ભરોષે ફરીયાદીએ ચેક તેઓના બેંક ખાતામા રજુ રાખતા ચેક પાસ થયેલ નહી અને ફંડસ ઈન્‍સફીસ્‍યન્‍ટના શેરા સાથે પરત ફરતા આરોપીને નાણાની માંગણી કરતી નોટીસ મોકલતા આરોપીએ રૂા.૪,૦૦,૦૦૦ તથા રૂા.૨,૨૦,૦૦૦ બેંક ટુ બેંક મોકલી બાકી રહેલ રકમ રૂા.૧૦,૨૫,૦૦૦ ન મોકલતા ફરીયાદીનું કાયદેસરનુ લેણુ પરત અદા ન કરી લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ અન્‍વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે.

આરોપી વિરૂધ્‍ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતો તેમજ રજુ રાખેલ દસ્‍તાવેજી પુરાવા ઉપર થી સ્‍પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવી તે રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્‍યાને લઈ આરોપી કવાડશીપ ટ્રાયમેકસ પ્રા.લી. કંપની તથા તેના ડાયરેકટર અંકુર ધીરૂભાઈ ગમીત નાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્‍સ ઈસ્‍યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી નેવીલ ઓવસીસના માલીક મોનીક લોઢીયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી,કુણાલ શાહી, રીપલ ગેવરિયા, પાર્થ સંઘાણી, જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્‍સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, અભય સભાયા તથા જસ્‍મીન દુધાગરા રોકાયેલ હતા.

 

(2:18 PM IST)