તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
૧૫૦ ફુટ રીંગ રોડ સરસ્વતિનગરમાં જીજ્ઞેશ ઘેડીયાનો ઝેર પી આપઘાત
પાંચ વર્ષથી માથાનો દુઃખાવો હતો, દવા છતાં સારુ ન થતાં કંટાળીને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૦: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાછળ સરસ્વતિનગર-૧૮માં બાલવી કૃપા ખાતે રહેતાં જીજ્ઞેશભાઇ સતિષભાઇ ઘેડીયા (ઉ.વ.૨૭) નામના યુવાને ગઇકાલે ઝેરી દવા પી લેતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ થતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર જીજ્ઞેશભાઇ કન્સ્ટ્રકશનનું કામ કરતો હતો અને તેના છુટાછેડા થઇ ગયા હતાં. તેના માતા-પિતા દ્વારકા રહે છે. પોતે અહિ માસા-માસી અને નાનીમા ભેગો રહેતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જીજ્ઞેશભાઇને પાંચેક વર્ષથી માથાના દુઃખાવાની બિમારી હતી. દવા સારવાર કરાવવા છતાં સારુ ન થતું હોઇ કંટાળીને પગલુ ભર્યુ હતું. પીએસઆઇ બી. ડી. ઠાકોર, કિરીટભાઇ રામાવત, ભગીરથસિંહ ખેરએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:25 PM IST)










