<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

મોટા મવા ટી.પી. સ્‍કીમ-૨૪ તથા અમરજીતનગર વિસ્‍તારવાસીઓ માટે રાહત : દરખાસ્‍ત મંજુર

વોર્ડ નં. ૨ના એરપોર્ટ રોડ પરના અમરજીતનગરની જમીન હેતુફેર થતા લતાવાસીઓને હવે લોન માટે સરળતા રહેશે : ૧ અરજન્‍ટ સહિત કુલ ૨૩ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુર

રાજકોટ તા. ૨૦ : આજે જનરલ બોર્ડમાં મોટા મવામાં જાહેર હેતુના ખંડો અને ટી.પી. રસ્‍તાની દરખાસ્‍તોની પરામર્શ કરવા તથા પુનિતનગર અને વોર્ડ નં. ૬માં સીતારામ-૦૨ના મુખ્‍ય રોડનું નામકરણ સહિતની ૨૨ દરખાસ્‍તો તથા અમરજીતનગરની જમીનનો હેતુફેર કરવાની અરજન્‍ટ બિઝનેશ સઞિતની ૨૩ દરખાસ્‍તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

આજે મળેલ આગામી સામાન્‍ય સભામાં શહેરના વોર્ડ નં.૦૩માં બેડીનાકા આજી નદી કાંઠે આવેલ આશ્રય સ્‍થાનનું ડિમોલીશન કરવા, મહાનગરપાલિકાની હદમાં નવા બાંધકામોને મંજુરી માટે વસુલવામાં આવતી બેઝ એફ.એસ.આઈ. ની ઉપર વધારાની એફ.એસ.આઈ.ની રકમ તથા ટી.પી.સ્‍કીમ અંતર્ગત ઇન્‍ક્રીમેન્‍ટલ ચાર્જીસની રકમ વસુલવા માટે નીતિ નક્કી કરવા,   મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઈલેશકુમાર વાલાભાઈ ખેર સામે ફોજદારી કામ ચલાવવા મંજુરી આપવા,

આ ઉપરાંત મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ.વિભાગ, ઘટક-૦૩ ના મંજુર થયેલ સ્‍ટાફ સેટઅપમાં સુધારો કરવા અંગે, મહાનગરપાલિકામાં પાર્ટ ટાઇમ રોજમદાર સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારો કરવા,    શહેરના વોર્ડ નં.૧૨માં પુનિતનગર ૮૦ ફૂટ રોડ, મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે આવેલ ચોકનું ‘ખોડલ ચોક' નામકરણ કરવા, શહેરના વોર્ડ નં.૦૬માં મયુરનગર-૭ સામે, સીતારામનગર-૦૨, વડલાની બાજુમાં આવેલ મુખ્‍ય રોડનું ‘રત્‍નાભાઈ રબારી' માર્ગ નામકરણ કરવા, કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૪-મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી. રસ્‍તાની દરખાસ્‍તને પરામર્શ આપવા,  મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયાની વિરૂદ્ધ અપ્રમાણસર મિલ્‍કત વસાવ્‍યા અંગેના ગુન્‍હાના કામે પ્રોસીક્‍યુશન ચલાવવાની મંજુરી આપવા, સદ્દભાવના વૃધ્‍ધાશ્રમ દ્વારા મોરારીબાપુની રામકથાના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્‍ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્‍ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિએટર વિનામુલ્‍યે ફાળવવા સહિતની ૨૩ દરખાસ્‍તોનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

(2:48 PM IST)