<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

નવી દિલ્‍હી ખાતે વાઇબ્રન્‍ટ બિલ્‍ડકોન ૨૦૨૫નું આયોજન

રાજકોટ રોડ શોમાં ૧૦૦૦થી વધારે રાજ્‍યના ખ્‍યાતનામ આર્કિટેકટ, ઇન્‍ટિરિયર ડિઝાઇનર્સ, બિલ્‍ડર્સ તેમજ વાઇબ્રન્‍ટ બિલ્‍ડકોનમાં સમાવિષ્‍ટ જુદી-જુદી કેટેગરીના ઉદ્યોગકારો ઉપસ્‍થિત રહ્યા

વાઇબ્રન્‍ટ બિલ્‍ડકોન ૨૦૨૫ના આયોજનને પત્રકાર પરિષદમાં વિગતો આપતા આગેવાનો  નજરે પડે છે.(તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૨૦ : વાઇબ્રન્‍ટ બિલ્‍ડકોન-૨૦૨૫ ભારતનો સૌથી મોટો બિલ્‍ડિંગ મટીરીયલ એક્‍સ્‍પો ラ ૧૩-૧૬ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન યશોભૂમિ, નવી દિલ્‍હી ખાતે યોજાશે,ᅠતેના બ્રાન્‍ડ એમ્‍બેસેડર તરીકે બોલિવૂડના આઇકોન સુનીલ શેટ્ટીને નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.ᅠઆ એક્‍સ્‍પો આવનારાᅠવર્ષો માટે ના ભારત સરકારના વિઝનને ટેકો આપશે, જેᅠ૨૪૦ બિલિયન યુએસડીના ઝડપથી વિકસતા હાર્ડવેર અને બિલ્‍ડિંગ મટિરિયલ્‍સ માર્કેટના સંદર્ભમાં ટકાઉપણું, સ્‍થાનિક ઉત્‍પાદનને વેગ આપવા, અફોર્ડેબલ હાઉસિંગ અને ડિજિટલાઇઝેશન પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે.

રાજકોટ ખાતે આયોજિત રોડશોમાં ભારતીય લેમિનેટ મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશન, ઇન્‍ડિયન સ્‍મોલ સ્‍કેલ પેઈન્‍ટ એસોસિએશન, ગુજરાત પેઇન્‍ટ એસોસિએશનᅠઅને રાજકોટ હાર્ડવેર મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશન ના હોદ્દેદારો, સદસ્‍યᅠસહિત ૧૦૦૦થી વધુᅠઉદ્યોગકારો ઉપસ્‍થિત રહ્યા હતાં. રાજયનાᅠખ્‍યાતનામ આર્કિટેક્‍ટ, ઇન્‍ટિરિયર ડિઝાઇનર્સ, બિલ્‍ડર્સ, તેમજ વાઇબ્રન્‍ટᅠ બિલ્‍ડકોનમાં સમાવિષ્ટ જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારોએ હાજરી આપી હતી અને ઇવેન્‍ટને લઈને પોતાના પોઝિટિવ મંતવ્‍યો રજુ કર્યા હતાં.ᅠ

આ એક્‍સ્‍પો ૧૫૦,૦૦૦ થી વધુ સ્‍થાનિક મુલાકાતીઓ, ૬૦૦ થી વધુᅠપ્રદર્શકો અને ૧૦૦થી વધુᅠᅠદેશોના ૨,૦૦૦થી પણ વધારેᅠઆંતરરાષ્ટ્રીય ખરીદદારો માટે એક પ્‍લેટફોર્મ પૂરૂં પાડશે, જે ૫૦,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલ છે. હાર્ડવેર, બાથ ફીટીંગ્‍સ એન્‍ડ સિન્‍ક, પાઇપ ફીટીંગ્‍સ એન્‍ડ વોટર ટેન્‍ક્‍સ, પ્‍લાયવુડ લેમિનેટ એન્‍ડ ફલોરિંગ,ᅠસિરામિક ટાઇલ્‍સ એન્‍ડ  સેનિટરીવેર, સિમેન્‍ટ, ટીએમટી બાર, માર્બલ, ગ્રેનાઇટ, પેઇન્‍ટ્‍સ અને જીપ્‍સમ બોર્ડ, કેમિકલ,ᅠᅠરિન્‍યુએબલ એનર્જી, લિફટᅠઅને સહિત ૧૨ સેક્‍ટર અને ૧૮ પ્રોડક્‍ટ કેટેગરી આ ઇવેન્‍ટમાં જોડાશે જે આ ઇવેન્‍ટને ભારતનું સૌથી મોટું બિલ્‍ડીંગ મટીરીયલનું ઇવેન્‍ટ બનાવશે

(3:00 PM IST)