<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

થોરાળા, આજીડેમ, યુનિવર્સિટી પોલીસના વિદેશી દારૂના દરોડા

 અન્‍ય દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એન. વાઘેલાની ટીમે ચુનારાવાડ-૨માંથી કિરીટ જોરસીંગ ગોહેલને રૂા. ૫૦૦ની એક બોટલ સાથે, આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજાની ટીમે ત્રંબા ગામેથી આજી વસાહત આંબેડકરનગરના ભાવેશ મનજીભાઇ સુમેરાને રૂા. ૬૦૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી સ્‍વીફટ કાર જીજે૨૭બીઇ-૮૪૬૯ પણ કબ્‍જે લીધી હતી. જ્‍યારે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ. જી. વસાવાની ટીમે શાંતિનગરના ગેઇટ પાસેથી જેબી સુપર માર્કેટ સામે રહેતાં દિનેશ ઉર્ફ ભોલો લાલજીભાઇ ડાભીને રૂા. ૨૦ હજારના ૧૦ બોટલ દારૂ સાથે તથા તાલુકા પોલીસે ખોડીયાર સોસાયટી રજવાડી પાન નજીક પુનિતનગર રોડ પરથી ખોડિયારનગર-૧૫ના વિજયસિંહ દાદુભા વાઘેલાને બાઇક પર એક બોટલ દારૂ સાથે નીકળતાં પકડી લીધો હતો. (૧૪.૯)

(3:10 PM IST)