<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

પીસીબીએ ડઝન ગુનામાં સામેલ બુટલેગર હનીફ મંધરાને ૧.૪૪ લાખના વિદેશી દારૂ સાથે પકડયો

મોરબી રોડ વૃંદાવન સોસાયટી-શિવ સૃષ્‍ટિ પાર્ક વચ્‍ચેના ખુલ્લા પ્‍લોટમાં મધરાતે દરોડો : મોલડીનો મહેન્‍દ્ર ભગત દારૂ આપી ગયો હતોઃ પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયાની ટીમની કાર્યવાહીઃ કુલદિપસિંહ, યુવરાજસિંહ અને વિજયભાઇની બાતમીઃ ઇકો કાર સહિત ૪.૪૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૦: દારૂના ધંધાર્થીઓ પર પીસીબીની ટીમ સતત ધોંસ બોલાવી રહી છે. વિદેશી ઉપરાંત દેશી દારૂના ધંધાર્થીઓને પણ પકડવામાં આવી રહ્યા છે. પીસીબીમાં નવનિર્મિત ટીમ ઉત્‍સાહ સાથે કામગીરી કરી રહી હોઇ બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. વધુ એક દરોડો મધરાતે પોણા ત્રણેક વાગ્‍યે બી-ડિવીઝન પોલીસની હદમાં આવેલી વૃંદાવન સોસાયટી મેઇન રોડ શેરી નં. ૧ અને શિવ સૃષ્‍ટિ પાર્ક-૨ન વચ્‍ચેના પલોટમાં પાડી રીઢા બુલટેગરને ઇકો કારમાં દારૂની ૭૫૦ એમએલની ૧૫૬ બોટલો તથા ૧૮૦ એમએલની ૮૧૬ બોટલો મળી રૂા. ૧,૪૪,૦૦૦ના દારૂ તથા કાર સાથે પકડી લીધો છે. પોલીસના આ શખ્‍સ અગાઉ દારૂના ૧૨ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. નાની મોલડીનો શખ્‍સ તેને આ દારૂ આપી ગયાનું ખુલ્‍યું છે.

પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  કુલદીપસિંહ, વિજયભાઇ અને યુવરાજસિંહને બાતમી મળી હતી કે વૃંદાવન સોસાયટી-શિવ સૃષ્‍ટિ પાર્ક વચ્‍ચેના પટમાં બે શખ્‍સો દારૂ ભરેલી ઇકો કાર સાથે ઉભા છે અને ‘કટીંગ' કરવાની વેંતરણમાં છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં જીજે૦૩એલએમ-૮૪૪૨ નંબરની ઇકો કાર સાથે બે શખ્‍સ મળી આવ્‍યા હતાં. કારમાંથી  ૭૫૦ એમએલની ૧૫૬ બોટલો રૂા. ૬૨૪૦૦ની અને રૂા. ૮૧૬૦૦ની ૧૮૦ એમએલની ૮૧૬ બોટલો મળી આવી હતી. કુલ ૧,૪૪,૦૦૦નો દારૂ, ત્રબ લાખની કાર અને મોબાઇલ ફોન મળી રૂા. ૪,૪૪,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી એક શખ્‍સની ધરપકડ કરી હતી.

પુછતાછમાં પોતાનું નામ હનીફ હુશેનભાઇ મંધરા (ઉ.૩૯-રહે. શિવાજીનગર-૧૦ થોરાળા પાવર હાઉસ સામે) જણાવ્‍યું હતું. તેમજ તેને આ દારૂ મહેન્‍દ્ર ગભરૂભાઇ ભગત (રહે. નાની મોલડી તા. ચોટીલા) આપી ગયાનું જણાવતાં તેની શોધખોળ થઇ રહી છે. પટમાંથી કટીંગ થાય એ પહેલા પીસીબીની ટીમે તેને દબોચી લીધો હતોં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અનુસાર ઇન્‍ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, ઘનશ્‍યામસિંહ ચોહાણ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, કિરતસિંહ ઝાલા, કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, હિરેનભાઇ સોલંકી, નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડાએ આ કામગીરી કરી હતી. આરોપી હનીફ મંધરા વિરૂધ્‍ધ બી-ડિવીઝન, થોરાળા, ડીસીબી, વાંકાનેર તાલુકા, ગાંધીગ્રામ, થોરાળામાં દારૂના ૧૨ જેટલા ગુના અગાઉ નોંધાઇ ચુક્‍યા છે.

(3:06 PM IST)