તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
પોપટપરા કૃષ્ણનગરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જામેલા જૂગારધામ પર ડીસીબી ત્રાટકીઃ ૯ પકડાયા
૧.૩૦ લાખની રોકડ કબ્જેઃ અમુક છાપેલા કાટલા પણ ઝડપાયાઃ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ગરચરની ટીમનો દરોડોઃ અનિલભાઇ સોનારા, હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ

રાજકોટ તા. ૨૦: શહેરમાં દારૂ-જૂગારની બદ્દીને ડામવા પીસીબી અને ડીસીબીની ટીમો સતત સક્રિય થઇ છે. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે પોપટપરા પાસે કૃષ્ણનગર-૬માં ઇલેક્ટ્રીક થાંભલાની લાઇટ નીચે બેસી જૂગાર રમી રહેલા છાપેલા કાટલાઓ સહિત ૯ને પકડી લઇ રૂ. ૧,૦૩૦,૬૦૦ની રોકડ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.
દારૂ-જૂગારના કેસ શોધી કાઢવા અને આવી પ્રવૃતિ બંધ કરાવવા સુચના મળી હોઇ ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતાં પોપટપરા કૃષ્ણનગર-૬ના ખુણે દરોડો પાડયો હતો. અહિ જાહેરમાં ગંજીપાનાથી તીનપત્તીનો જૂગાર રમાતો હતો. પોલીસે દસ શખ્સો મોહસીન સલિમભાઇ મોટાણી (ઉ.૩૪-ધંધો ડીસ કનેકશન, રહે. પરસાણાનગર-૬, જામનગર રોડ), માજીદ જુસબભાઇ દલવાણી (ઉ.૨૭-ધંધો ડ્રાઇવીંગ, રહે. જંકશન પલોટ-૧ ફાતીમા મંજીલ ભીસ્તીવાડ), ગફાર નુરમહમદ સુધાગુનીયા (ઉ.૫૪-ધંધો ડ્રાઇવીંગ, રહે. પોપટપરા-૨), અફઝલ ઉર્ફ સદામ અહેમદભાઇ દલવાણી (ઉ.૩૪-ધંધો ડ્રાઇવીંગ, રહે. પોપટપરા કૃષ્ણપરા-૫), રહીમ હાસમભાઇ સૈયદ (ઉ.૩૬-ધંધો રિક્ષા ડ્રાઇવીંગ, રહે. સંજયનગર-૨ જામનગર રોડ), હાજી ઇસ્માઇલભાઇ જુણેજા (ઉ.૪૧-ધંધો મજૂરી, રહે. ખોડિયારપરા-૫ આજી વસાહત), ચિરાગ મહેશભાઇ ચોૈહાણ (ઉ.૨૭, ધંધો પ્રાઇવેટ નોકરી, રહે. રૂખડીયાપરા હાજીપીરના ખાડા પાસે ભાડેથી), સુલેમાન ઉર્ફ ડાડો અબ્દુલભાઇ પલેજા (ઉ.૩૦, ધંધો મજૂરી, રહે. રૂખડીયાપરા હાજીપીરનો ખાડો ક્વાર્ટરમાં), તથા હિતેષ અશોકભાઇ દરીયાણી (ઉ.૩૪-ધંધો કાપડની ફેરી, રહે. પરસણાનગર-૧)ને પકડી લીધા હતાં.પોલીસે જૂગારના પટમાંથી રોકડા રૂા. ૧,૩૦,૬૦૦ કબ્જે લીધા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, ઉમેશભાઇ ચાવડા, મૈસુરભાઇ કુંભારવાડીયા, જીલુભાઇ ગરચર અને અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.
પોલીસ સુત્રોના કહેવા મુજબ ઝડપાયેલાઓમાં સુલેમાન ઉર્ફ ડાડો અગાઉ મર્ડર સહિતના ગુનામાં પકડાયો છે, અફઝલ ઉર્ફ સદામ લૂંટ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ શખ્સો પાંચ છ દિવસથી જૂગાર રમવા બેસતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. (૧૪.૯)રાણાની બાતમી
(3:08 PM IST)










