<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ભુપેન્‍દ્રભાઇના શાસનના ત્રણ વર્ષઃ સામાન્‍ય સભાએ અભિનંદન પાઠવ્‍યા

રાજકોટઃ મનપાના જનરલ બોર્ડમાં આજે ગુજરાત રાજ્‍યના  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના સફળ નેતળત્‍વ અને સુશાસન હેઠળ ગુજરાત રાજ્‍ય વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. રાજ્‍ય સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્‍ટને પરિણામે રાજ્‍યભરમાં પાયાની સુવિધાઓની ઉપલબ્‍ધિ તેમજ વિકાસલક્ષી અનેક પ્રોજેક્‍ટ્‍સનુ નિર્માણ થયેલ છે. ‘‘ર્અનિંગ વેલ, લિવિંગ વેલ''ના મંત્ર સાથે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડ મેપ બનાવી, ગુજરાતને દેશભરનું પ્રથમ રાજ્‍ય બનાવવા બદલ, સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ્‍સ ઇન્‍ડેક્ષમાં આરોગ્‍ય સુવિધા-સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્‍થાન અપાવવા બદલ, રાજ્‍યમાં વિશ્વ કક્ષાના ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પ્રોજેક્‍ટ્‍સ, નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા, વંદે ભારત ટ્રેન, મેટ્રો રેલ સહિતના ઉત્‍કળષ્ઠ પ્રકલ્‍પો ગુજરાત રાજ્‍યની પ્રજાને ભેટ આપવા બદલ તેમજ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી તરીકે સુશાસનના ત્રણ વર્ષનો કાર્યકાળ ગૌરવભેર પુર્ણ કરવા બદલ સામાન્‍ય સભાએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવ્‍યા હતા. આ ઠરાવની દરખાસ્‍ત દેવાંગભાઈ માકડે કરી હતી. જેને ડો.નેહલભાઇ શુક્‍લએ ટેકો આપ્‍યો હતો

(4:21 PM IST)