<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

બી રેડી ફોર બેસ્‍ટ નવરાત્રી ‘સહિયર' રાસોત્‍સવ ર૦ર૪

હજારો ખેલૈયાઓ વચ્‍ચે જામશે રાસ ગરબાની જમાવટ : ગાયકો રાહુલ મહેતા, અપેક્ષા પંડયા અને તેજસ શીશાંગીયા અને તેની ટીમનું લાઇવ પર્ફોમન્‍સઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખેણા ઇનામોની વણઝારઃ સુરેન્‍દ્રસિંહ વાળાની ટીમ ‘અકિલા'ના આંગણે : ખૈલૈયાઓ માટે આ વખતે ૧૦ દિવસના રાસોત્‍સવ : સહિયર કલબ દ્વારા સતત ર૪માં વર્ષે રેસકોર્ષના મેદાનમાં પારિવારીક માહોલમાં જબ્‍બર આયોજન : ખેલૈયાઓએ આપણા ભાતીગળ સાંસ્‍કૃતિક પહેરવેશ સાથે રાસોત્‍સવમાં રમવા આવવા સુરેન્‍દ્રસિંહ વાળાની અપીલ

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સહિયર કલબની ટીમના સર્વશ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, ક્રિષ્‍નસિંહ જાડેજા, ક્રિષ્‍નપાલસિંહ વાળા, ધૈર્ય પારેખ અને વિજયસિંહ ઝાલા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૯.ર૩)

રાજકોટ : ગણેશ મહોત્‍સવનું સમાપન થયું છે હવે નવરાત્રી પડધમ વાગી રહ્યા છે. શહેરમાં અનેક સ્‍થળોએ અર્વાચીન દાંડીયા રાખસે આયોજનો થાય છે. પરંતુ સહિયરના રાસોત્‍સવ દર વખતે કંઇક, અલગ જ થીમ લઇને આવતુ હોય છે. સહિયર કલબ દ્વારા સતત ર૪ માં વર્ર્ષે સહીયર રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સહિયર કલબના ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવેલ કે ચુસ્‍ત સિકયુરીટી, પારિવારીક માહોલમાં નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે.

ખૈલેયોનું ખાસ ધ્‍યાન રાખવામાં આવે છે. તેઓને કોઇપણ જાતની અગવડતા ન પડે તે આયોજકોની ટીમ દ્વારા જોવામાં આવે છે.

નોરતામાં ખેલૈયાઓ આ વખતે નવ દિવસ નહીં પણ ૧૦ દિવસ રાસ રમવાની મજા માણી શકશે. નોરતામાં વરસાદ આવેકે ન આવે આ વખતે દસ દિવસીય રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સખ્‍ત મહેનતનો કોઇ વિકલ્‍પ નથી... સફળતા મળ્‍યા બાદ જાળવવી પણ કપરી હોય છે. આ બંને વિચાર સારી રીતે જીવનમાં ઉતારી સહિયર કલબના ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા ર૩ વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સંપૂર્ણ નિષ્‍ઠાથી સહિયર રાસોત્‍સવની સફળતા માટે કટીબધ્‍ધ હોવાનું જણાવેલ.

સહિયર કલબની સફળતા અને લોકોનો પ્રેમ હમેશા આયોજનની વિશેષતાઓ માટે રહ્યો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્‍ડ પર રાસોત્‍સવ માટે મોકળાશથી રમી શકાય તેવું વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ ‘થીમ' પર આયોજન કરવામાં આવે છે. જાજરમાન આગમન દ્વારથી પ્રવેશો એટલે દિવસના અજવાળાની પ્રતિતિ સાથે સહિયર એક અલગ જ દુનિયામાં પ્રવેશવાની પ્રતિતિ કરાવે છે.

આ વર્ષે વિશેષતામાં ઉમેરો કરતા સહિયરમાં ફુડ ઝોનમાં રાસોત્‍સવ પછી લાઇવ બોલીવુડ જેમીંગથી ‘ફુડ વીથ મ્‍યુઝીક' નો કોન્‍સેપ્‍ટ શરૂ થશે.

સહિયાર રાસોત્‍સવને સફળ બનાવવા સહિયરના ચેરમેન તથા રાજકોટ મહાનગરપાલીકા સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે આયોજકો યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, ક્રિષ્‍નસિંહ જાડેજા, ક્રિષ્‍નપાલસિંહ વાળા, ધૈર્ય પારેખ, વિજયસિંહ ઝાલા જહેમત ઉઠાવી રહ્યા છે.

રાસોત્‍સવ બાદ ‘ફૂડ વીથ મ્‍યુઝીક'નો અનોખો કોન્‍સેપ્‍ટ

રાજકોટ : સહિયર કલબ દ્વારા આ વખતે કંઇક અલગ આયોજન થયું છે. નવરાત્રી દરમ્‍યાન દરરોજ રાત્રીના રાસોત્‍સવ બાદ ‘ફૂડ વીથ મ્‍યુઝીક' નો કોન્‍સેપ્‍ટ રાખવામાં આવેલ છે. જેમાં લાઇવ બેન્‍ડ પર્ફોમ કરશે. રાસોત્‍સવમાં આવનારા લોકો ફૂડની સાથો સાથે સંગીતની પણ મજા માણશે.

સિઝન પાસ બુકીંગ

૮૯૮૦૦ ર૧૩ર૧

સ્‍થળ : ૩૧ર, ત્રીજો માળ, સિલ્‍વર ચેમ્‍બર ટાગોર રોડ, રાજકોટ.

(3:54 PM IST)