<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

મેયરનું ન માન્‍યા માર્શલ ! સ્‍ટે. ચેરમેને પગલા લેવાની આપવી પડી ચિમકી

જનરલ બોર્ડે નિયમ મુજબ ચાલવા દોઃ કોંગ્રેસને મનીષભાઇ રાડીયાનો જવાબ

રાજકોટ,તા. ૨૦: મનપાના જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા રસ્‍તા, ઢોર તથા સ્‍મશાનના લાકડા પ્રશ્‍ને બેનરો દર્શાવી તપાસની માંગ કરતા સભા અધ્‍યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ માર્શલને કોંગ્રેસ નગરસેવકોને સભાગૃહની બહાર મોકલવા આદેશ આપ્‍યો હતો. જોકે માર્શલ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકર દ્વારા માર્શલોને પગલા લેવાની ચિમકી અપાતા કોંગ્રેસ કોર્પોરેટરોને બહાર લઇ જવાયા હતા.

આ તકે સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરે જણાવેલ કે, કોંગ્રેસને ૫૧ વર્ષે બીપીએમસી એકટ યાદ આવ્‍યો છે. તમારા પ્રશ્‍ન નથી આવતા અમે એકટની વાત કરો છો. ભુતકાળમાં કોંગ્રેસ નગરસેવકોના પ્રશ્‍ન પ્રથમ ક્રમે આવ્‍યા જ છે. ઉપરાંત ૨૦૦૫ના કોંગ્રેસ શાસનમાં રસ્‍તાઓ કાગળ ઉપર જ બન્‍યાનું જણાવી આડે હાથ લીધા હતા.

દંડક મનીષભાઇ રાડીયાએ કોંગ્રેસને જનરલ બોર્ડ નિયમ મુજબ ચાલવા દેવા અને મુખ્‍યપ્રશ્‍ન પછી પેટા પ્રશ્‍નો પુછવા જણાવ્‍યુ હતું.

(3:54 PM IST)