<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

‘અકિલા રઘુવંશી બીટસ'ને સંગ રાસોત્‍સવની પરંપરાનો પથરાશે પ્રકાશ

સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાશેઃ સુમધુર સુરના માલિક, શ્રેષ્‍ઠ કલાકારોના સાથે દાંડીયા રાસની દુનિયામાં ધમાલ, મસ્‍તીને દાંડીયાનુ ત્રિવેણીરૂપ મિશ્રણ સર્જાશેઃ ખેલૈયાઓએ ફોર્મ ભરી દેવા

રાજકોટઃ રઘુકુળ યુવા ગુ્રપ દ્વારા શારદીય નવરાત્રી ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-ર૦ર૪'નું ભવ્‍ય આયોજન કરાયુ  છે.

નવરાત્રી મહોત્‍સવનાં ખેલૈયાઓ માટે દરરોજ બેસ્‍ટ ટ્રેડીશ્‍નલ કોસ્‍ચ્‍યુમ, ડેકોરેટીવ ગરબા, બેસ્‍ટ આરતી, બેસ્‍ટ મહેંદી જેવી અવનવી કોમ્‍પિટિશન સાથે ગરબાની વેરાઈટી પણ સામેલ કરવામાં આવેલ છે. રોજ બરોજ દરેક ગૃપને અવનવા ઈનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે. ડીઝાઈન કરેલ ગઝેબો પણ તૈયાર કરવામાં આવનાર છે.

ખેલૈયાઓ અને યુવાઓની ખાસ ફરમાઈશને ઘ્‍યાનમાં રાખીને ગ્રાઉન્‍ડમાં જ એક વિશિષ્‍ટ રીતે તૈયાર કરેલ સેલ્‍ફી ઝોન તૈયાર કરવામાં આવનાર છે. આ સેલ્‍ફી ઝોનની થીમ દરરોજ બદલતી રહેશે જેથી ખેલૈયાઓ ગ્રાઉન્‍ડમાં જ હેપનીંગ મોમેન્‍ટ માણી શકશે.

‘અકિલા રઘુવંશી બીટસ'માં નવરાત્રી દરમ્‍યાન રાત પડશે અને દિવસ ઉગશે, તે પ્રકારની ભવ્‍ય રોશની અને ઝાકમઝોળ મેદાનમાં રાખવામાં આવશે.

આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતાં શ્રી રઘુકુળ યુવા ગુ્રપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્‍ના, રાજેશભાઈ જટણીયા, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્‍ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ તથા ઉત્‍સાહી અને સાથી ટીમ જણાવે છે કે દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્‍ય મહોત્‍સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્‍થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમા શ્રી રઘુકુળ યુવા ગુ્રપના સર્વે હોદેદારો તેમજ સર્વજ્ઞાતીના હજારો ખેલૈયાઓ પરીવાર સાથે અત્‍યંત પ્રેમ અને આદરભર્યા વાતાવરણમાં ઝુમશે. મા આદ્યશકિતની આરાધના સૌ સાથે મળી કરશે.

નવરાત્રીનાં પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે દ્વારા સર્વ જ્ઞાતીની બહેનો, માતાઓ, દંપતીઓ માટે યોજાયેલા શાનદાર મહોત્‍સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્‍સ તથા પ્રિન્‍સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્‍ચેની સ્‍પર્ધા બાદ કરાશે.

કલાકારો,સીંગર જીગ્નેશ સોની, નિતીન ગઢવી, દિપ્‍તી બાલાસરા, મહેુલ શીશાંગીયા અને વૈશ્‍વીક ખ્‍યાતનામ જીલ એન્‍ટરટેઈનમેન્‍ટના, સંકલન સુનીલ પટેલ, તાલ પ્નદીપ પઢીયાર તથા સાથી ટીમ સહિતના સંગીતકાર એરેન્‍જરના સથવારે લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઇન્‍ટરનેશનલ ફેઇમ કલાકારોના ગુ્રપ સાથે ઓરકેસ્‍ટ્રા તેમજ એન્‍કરીંગ તેમજ ઢોલ માં ખાસ બહારથી આવેલ કલાકારો ધૂમ મચાવશે. દરરોજ હજારો ખેલૈયાઓ ઝુમશે.

સિઝન પાસ લેનારને રીલાયન્‍સ ટ્રેન્‍ડસનું કેશ વાઉચર ફ્રિ આપવામાં આવશે.

રઘુવંશી રાસોત્‍સવમાં ક્રિષ્‍ના સાઉન્‍ડના નીરજભાઈ આહીરની અત્‍યાધુનીક ૧ લાખ વોલ્‍ટની ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ રાખવામા આવી છે. વોર્ટેક સ્‍પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઇંગ સીસ્‍ટમનાં સથવારે ધૂમ મચાવશે.

તેમજ મોહીતભાઈ ખાખરીયાના પાર્વંતી ટ્રસની રોશનીથી સમગ્ન ગ્નાઉન્‍ડ ઝળહળી ઉઠશે.

સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરું પાડશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી રઘુકુળ યુવા ગ્રુપના ચેરમેન પિન્‍ટુભાઇ રૂપારેલીયા નજેર પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

ખેલૈયાઓએ ફોર્મ મેળવવા સંપર્ક

ફોર્મ વિતરણ શરૂ થઈ ગયેલ છે. ફોર્મ જમા કરાવવા માટે મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્‍નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૩ર૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રી રઘુકુળ યુવા ગુ્રપ દ્વારા શારદીય નવરાત્રી દરમિયાન તા.૦૩/૧૦/ર૦ર૪ થી તા. ૧ર/૧૦/ર૦ર૪ સુધી યોજાનાર ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ'ના ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્‍નાથ ચોક, કાલાવડ રોડ (ર) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) લાલી શીપ એન્‍ડ સ્‍માઈલ સોડાશોપ, રાજપેલેસ, સાધુ વાસવાણી રોડ, (૪) શ્રી ગણેશ આરો સીસ્‍ટમ, શિવમ પાર્ક-૧, અમૃતા હોસ્‍પિટલ પાછળ, રૈયા ચોકડી (પ) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ (૬) ભારત ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ પાસે  (૭) જલારામ ફેમીલી શોપ, ગેલેકસી મંડપની બાજુમાં,  પાટીદાર ચોક (૮) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ(૯) જલારામ પ્રાર્થના મંદીર, ભીલવાસ ચોક (૧૦) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૧) રાધે કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧ર) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) ગણેશ સોડા શોપ, જીનેસીસ હોસ્‍પીટલ પાસે, બાપા સીતારામ ચોક, રૈયા રોડ (૧૪) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧પ) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૬) કે.ડી. ડાન્‍સ એકેડમી, ૯- જંકશન પ્‍લોટ, (૧૭) એલીઝા બ્‍યુટી સલુન, સવન સર્ફેંશ કોમર્શીંયલ, રૈયા રોડ (૧૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ (૧૯) અંબીકા જનરલ સ્‍ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ,(ર૦) ઉમાવંશી દાબેલી,ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાછળ (ર૧) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (રર) દર્પંણ મેચીંગ સેન્‍ટર, પંચાયત ચોક (ર૩) નૃપુર શૃંગાર, મીલપરા મેઈન રોડ, આદર્શ મંડપ સામે, જોકર ગાંઠીયા પાસે, (ર૪) એચ.ડી.કલોથીગ યુનીક આર્કેંડ, મીના બેન્‍કવેટ હોલ, આલાપ એવન્‍યુની સામે, પુષ્‍કરધામ મેઈન રોડ, જે.કે. ચોક,  રાજકોટ ખાતેથી મળશે. ફોર્મ માટે મોઃ ૯૦ર૩૩ ૭૩૭૩૬ પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે મો. ૯૩ર૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.

 ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪'નું મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્‍નાથ ચોક, સાંઇનગર કોમ્‍યુનીટી હોલની સામે, રાજકટ મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭....

(3:54 PM IST)