<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ખાડા ખબડા-સ્‍મશાનનાં લાકડાની ચર્ચા પર શાસકોનું પાણીઢોળઃ વિપક્ષને બહાર કાઢયા

મનપાના બોર્ડમાં હોબાળોઃ ફરી એક જ પ્રશ્નની ૧ કલાક ચર્ચા શાસક પક્ષના સભ્‍યના એકશન પ્‍લાનનો પ્રથમ પ્રશ્નનો કમિશનરને વિવિધ વિસ્‍તારમાં થયેલ રોડ-રસ્‍તાના કામોની વિસ્‍તૃત માહિતી કરી રજુઃ આક્ષેપબાજી સાથે સભા પુર્ણ

રાજકોટ તા. ર૦ :.. મ્‍યુનિ. કોર્પોરેશનનાં આજે સવારે મળેલા જનરલ બોર્ડમાં ભાજપના સભ્‍યના પ્રશ્નો સાથે ચર્ચા શરૂ થઇ હતી. પરંતુ કોંગ્રેસે ૧ર૦૦ ખાડા ખબડા, સ્‍મશાનના લાકડા, ઢોર ડબ્‍બામાં ઢોરના મોત સહિતના મુદ્‌્‌ે ચર્ચા કરવા સતત રજૂઆતો કરતા શાસકો અને વિપક્ષ વચ્‍ચે સતત ટકરાવ થતો રહ્યો હતો. ઉપરોકત મુદ્‌્‌ા સાથેના  પ્‍લેકાર્ડ (બોર્ડ) કોંગી કોર્પોરેટરોએ ફરકાવતા અંતે મેયરની સુચનાથી માર્શલની ટીમે વિપક્ષી સભ્‍યોને સભા ખંડની બહાર ખસેડાયા હતાં.

વોર્ડ નંબર ૧૫ના કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, મકબુલ દાઉદાનીને સુરક્ષા સ્‍ટાફે જનરલ બોર્ડ હોલ બહાર મોકલી દીધા હતા.

 આજે ભાજપના સભ્‍ય હિરેન ખીમાણીયા ના એકશન પ્‍લાન અંગેના એક પ્રશ્નના જ જવાબમાં બોર્ડ પૂર્ણ થઈ ગયું હતું ૪૫ મિનિટ સુધી આ એક માત્ર સરકારી જેવા પ્રશ્નોની ચર્ચા થતા વિપક્ષ ઉગ્ર બન્‍યો હતો અને શાસકોએ બોર્ડની ગરીમાના પ્રશ્ન પણ ઉઠાવીને કોંગ્રેસ સભ્‍યને બહાર મોકલી દીધા હતા એકંદરે આજના બોર્ડમાં કોંગ્રેસે રોડ રસ્‍તા પરના ખાડા,      સ્‍મશાનનાં લાકડા માં થયેલ ગેરરીતી તથા ઢોર ડબામાં ઢોરના મળત્‍યુ સહિતના  પ્રશ્નોની માંગ કરી હતી.

આજે રાજકોટ મહાનગર પાલિકાની સામાન્‍ય સભા મેયર નયનાબેન પેઢટિયાના અધ્‍યક્ષ સ્‍થાને સવારે ૧૧-૦૦ કલાકે કોર્પોરેશનની સેન્‍ટ્રલ જૂન કચેરીના બીજા માળા આવેલ રમેશભાઈ છાયા સભાગળહમાં મળી હતી કુલ ૪૬ પ્રશ્નોમાંથી માત્ર એક જ પ્રશ્નોની ચર્ચા થઈ હતી જેમાંથી વોર્ડ નંબર એકના કોર્પોરેટર હિરેન ખીમાણીયા ના એક્‍શન પ્‍લાન અંગેના પ્રશ્નો એ જ વધુ સમય લીધો હતો. સભાની શરૂઆત વંદે માતરમ ગાન થી થયેલ ત્‍યારે અંતમાં ગુજરાતમાં ભુપેન્‍દ્રભાઈ પટેલની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થતા અભિનંદન ઠરાવ સાથે સભા સમાપ્ત થઈ હતી.

સામાન્‍ય રીતે દર બે મહિને સભા મળે છે તેમાં પણ એકમાત્ર પ્રશ્નોની ચર્ચા એક કલાક સુધી ચાલે છે અન્‍ય કોઈને બોલવાનો મોકો નથી મળતો અને માત્ર ભાજપના કોર્પોરેટરો ચર્ચા કર્યા કરે છે રાજકોટમાં અત્‍યારે રસ્‍તા પરના ખાડા ખબડા રોગચાળો વધે છે જનતા બીમારીનો સામનો કરી રહી છે તેની ચર્ચા તો જનરલ બોર્ડમાં કરવામાં નથી આવતી હોવાનો આક્ષેપ વિપક્ષના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાએ કર્યો હતો અને આ મુદ્દે ચર્ચા કરવા ની માગ કરી હતી પરંતુ શાસકોએ તેમના પ્રશ્નો પર પાણી ઢોળ કરી બોર્ડના નિયમ મુજબ મામલો હાથ પર લીધો હતો અને શાસકોએ વિકાસ કામોની ચર્ચામાં રોડા નાખવા બદલ કોંગ્રેસને ઝાટકી અને બોર્ડ બહાર કાઢવા મેયરને સૂચન કર્યું હતુ.

 જેથી મેયરે સુચના આપીને કોંગી કોર્પોરેટરને બોર્ડ બહાર મોકલી દીધા હતા. આ બાદ જનરલ બોર્ડમાં બાકીની ચર્ચા પૂરી થઈ હતી અને દરખાસ્‍તો મંજૂર થઈ હતી. 

(4:00 PM IST)