તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
પર્યાવરણની જાળવણીનો એવોર્ડ જસાણી એઝો પ્રોડકટસને એનાયત

રાજકોટઃ પર્યાવરણની શ્રેષ્ઠ જાળવણી તથા પાણી-વિજળીની વધુમાં વધુ બચત, પ્રક્રિયા દરમ્યાન કેમ થાય તેનું મુલ્યાંકન જી.પી.સી.બી. દ્વારા ગુજરાત રાજય સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુકતરૂપે દર વર્ષે થાય છે. કલીન અને ગ્રીન ઉત્પાદનથી પર્યાવરણની જાળવણીના હેતુથી ૨૦૦૫માં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ એવોર્ડથી ઈન્ડસ્ટ્રીઝવાળાને સન્માનીત કરવાની પ્રક્રિયા ચાલુ કરેલ. તેમાં એસએમઇ સેકટર માટે પ્રથમ વખત રાજકોટના વેરાવળ(શાપર) ઇન્ડ.એરીયાના મેસર્સ જસાણી એઝો પ્રોડકટસને સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ એવોર્ડ (વીનર) તરીકે ગાંધીનગરમાં સંજીવકુમાર તથા શ્રી બારડ અને શ્રી ઠાકરની હાજરીમાં સન્માનીત કરવામાં આવેલ હતા. તે સમયની તસ્વીર.
(4:02 PM IST)










