<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

છેલ્લા ૪ વર્ષમાં ડામરના ૩ર૯૯માંથી ૪૦ નમૂના નાપાસ

ર૦ર૧ થી ર૦ર૪ સુધીમાં ૧૯પ.૩૧ કી.મી.ના રસ્‍તાઓ ઉપર ૬ર.૪૪ કરોડના ખર્ચે રિ-કાર્પેટ, મેટલીંગ-પેવર કરાયા : મ્‍યુ. કમિશનરે એકશન પ્‍લાનની વિસ્‍તૃત માહિતી આપી

રાજકોટ, તા. ૨૦: મહાનગર પાલિકાની સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે રમેશભાઈ છાયા ઓડિટોરિયમ ખાતે સવારે ૧૧ વાગે યોજાયેલ સામાન્‍ય સભાનો પહેલો પ્રશ્‍ન વોર્ડ નંબર ૧ના ભાજપ ના નગરસેવક હિરેન ખીમાણીયા દ્વારા  છેલ્લા ત્રણ વર્ષના એક્‍શન પ્‍લાન અંગે પૂછવામાં આવ્‍યો હતો. જેમાં શહેરમાં કુલ કેટલા કિમીના અને કેટલાના ખર્ચે  રસ્‍તાઓ પેવર, મેટલીંગ સહિતની વિગતો અધિકારીઓ પાસેથી માંગી હતી.

આ પ્રશ્‍નના જવાબમાં કમિશનર દેવાંગ દેસાઈએ વિગતો આપી હતી. જેમાં શહેરમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ૭૭ કિ.મી ના રસ્‍તાઓ પર ૨૨.૭૦ કરોડના ખર્ચે , વર્ષ ૨૦૨૨૩ માં ૬૪ કિ.મી માં ૬૧.૭૫ તથા વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૫૩ કિ.મી માં ૧૭.૯૯ કરોડના ખર્ચે સહિત છેલ્લા ત્રણ વર્ષમાં ૧૯૫.૩૧ કિ.મી માં ૬૨.૪૫ કરોડના ખર્ચે રસ્‍તાઓ ડામરથી મઢવામાં આવ્‍યા હતા.જ્‍યારે સભ્‍ય દ્વારા વોર્ડ વાઇસ પણ વિગતો પૂછવામાં આવી હતી તેના જવાબમાં કમિશનર શ્રી દેવાંગ દેસાઈએ કયા વોર્ડના કયા રસ્‍તા ઉપર કેટલાકના ખર્ચે ડામર કામ કરવામાં આવ્‍યા તેની વિસ્‍તળત માહિતી અડધો કલાક સુધી આપી હતી.

આ પ્રશ્‍નનો જવાબ પૂર્ણ થયા બાદ પેટા પ્ર‘માં એક સભ્‍યએ છેલ્લા ત્રણ વર્ષમાં ડામરના કેટલા સેમ્‍પલ ફેલ થયા છે તેની વિગતો રજુ કરવા જણાવ્‍યું હતું .તેના જવાબમાં કમિશનરે જણાવ્‍યું હતું કે, વર્ષ ૨૦૨૧- ૨૨માં ૯૨૫ નમૂના લેવામાં લેવામાં આવ્‍યા હતા તેમાં ૧૫ નાપાસ થયા હતા. વર્ષ ૨૦૨૨- ૨૩માં ૧૦૩૫ માંથી ચાર ફેલ થયા વર્ષ ૨૦૨૩ - ૨૪ માં ૧૭૪ માંથી ૧૮ તથા વર્ષ ૨૦૨૪- ૨૫ માં એટલે કે ચાલુ વર્ષમાં ૨૭૫ માંથી ત્રણ નમૂના ફેલ થયા છે. આ નમૂના ફેલ થતાં એજન્‍સીઓને નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવે છે.

(4:03 PM IST)