<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ઓ જાને વાલે હો સકે તો લોટ કે આના... રવિવારે સંગીતનો કાર્યક્રમ

સરયુબેન સી. શેઠની પાંચમી સ્‍મૃતિદિન અને સી.એમ.શેઠના જન્‍મદિનના ઉપલક્ષમાં હેમુ ગઢવી હોલ ખાતે લાઇવ સંગીતનો કાર્યક્રમઃ ૧૮ થી વધુ ગાયકો ગીતો પીરસશેઃ નિઃશુલ્‍ક પ્રોગ્રામ હોય સંગીતપ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટઃ  સંગીત ક્ષેત્રમાં નવા કલાકારો આગળ લઈ આવવા માટે ખૂબ જ પ્રોત્‍સાહિત કરીને રોયલ એકેડેમી ઈન્‍ડિયા અનોખી ભૂમિકા ભજવી રહ્યું છે. આગામી તા.૨૨ ને રવિવાર રાત્રે ૮.૩૦ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ,રાજકોટ ખાતે એક ભવ્‍ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે.

સરયુબેન સી.શેઠની પાંચમી સ્‍મૃતિદિન અને સી.એમ.શેઠના  જન્‍મદિનના ઉપલક્ષ્યમાં ઓ જાને વાલે હો સકે તો લોટ કે આના શિર્ષક હેઠળ કાર્યક્રમ યોજાયેલ છે. જેમાં ૧૮ ગાયક કલાકારો ગીતો રજુ કરશે.

આ કાર્યક્રમમાં જોડાવવા માટે  આમંત્રણ કાર્ડ નિશુલ્‍ક ફાલ્‍ગુનીબેન મહેતા  ૯૮૭૯૩ ૫૮૭૮૮ નો સંપર્ક કરી મેળવી શકાય છે.

 તુષારભાઈ ગોસાઈ ની ટીમ આ લાઇવ કાર્યક્રમમાં ઓરકેસ્‍ટ્રા કાર્યક્રમ રજુ કરશે.

સારામાં સારા સિંગર્સ સિંગિગ અને મોજ મસ્‍તી  અને નવા જૂન ગીતો સાથે આ અનેરો લાઇવ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે. જેમના જન્‍મદિન ઉપલક્ષ આ કાર્યક્રમમાં નિમિત બનનાર પ્રશ્રી ચંદ્રકાંત શેઠ અને સમગ્ર રોયલ એકેડેમી ઇન્‍ડિયા, રોયલ એકેડેમી ઈન્‍ડિયાના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તેમજ સયોજક શ્રી મધુકરભાઈ મહેતા અને રોયલ એકેડેમી ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર શ્રી સોનાબેન શાહ, ફાલ્‍ગુનીબેન મહેતા, સોનલબેન ચાવડા,અને એંજલબેન ગાંધી ખૂબ જ સારી સેવા બજાવી રહ્યા છે.

 અલકાબેન શેઠ, મહેશભાઇ ચાવડા, અજયભાઈ દવે, સોનલબેન ચાવડા,અંજુબેન ભટ્ટ, જાનવીબેન રાવલ, પારૂલબેન કડેચા, યજ્ઞેશભાઈ પાનેરી, દીક્ષિતાબેન ગોંડલીયા, સોનાબેન શાહ,કિરણબેન ઝાલા, ફુલભાઈ ચુડાસમા,ફાલ્‍ગુનીબેન મહેતા, એચ. જી. મોલીયા, જિગરભાઈ શાહ, કળણાલભાઈ કુંડલિયા, કિરીટભાઈ વ્‍યાસ, અને ગેસ્‍ટ સિંગર સુનિલભાઈ ગઢીયા જેવા સિંગર્સ ભાગ લેવાના છે અને નવા જુના ગીતો સાથે મોજ અને મસ્‍તી સાથે કાર્યક્રમ માણવા અનુરોધ કરાયો છે.

(4:07 PM IST)