<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જામનગર રોડ પરના અરિહંતનગરમાં તાકિદે અશાંતધારો લાગુ કરોઃ વિધર્મીને મકાન વેચાણની પણ ફરીયાદ

કલેકટરને આવેદનઃ જે મકાનનું વેચાણ થયું છે તેનું વેચાણ રદ્દ કરવા માંગણી

રાજકોટ તા. ર૦: શહેરના જામનગર રોડ પર આવેલ અરિહંતનગરના રહેવાસીઓએ કલેકટરને આવેદન પત્ર પાઠવી આ વિસ્‍તારમાં અશાંતધારો લાગુ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, અમો અરિહંતનગરના રહેવાસીઓના લતામાં વિધર્મીને મકાન વેચાણ કરેલ હોઇ અને અરિહંત નગર વોર્ડ નંબર ૧ માં આવતું હોઇ અને અશાંતધારો અંશતઃ હોઇ અત્‍યારથી જ લત્તાવાસીઓને માનસિક ત્રાસ ચાલુ કરેલ હોય જેથી અમારા વિસ્‍તારમાં કોઇપણ વિધર્મીને મકાન વેચાણ અંગેની કાર્યવાહી ના થાય અને લત્તાવાસીઓ સુમેળ ભરી રીતે રહી શકે જે હેતુથી હાલના વિસ્‍તારમાં રહેતા લતાવાસીઓની લાગણી અને માગણી સમજીને હાલમાં થયેલ વેચાણને રદ્દ કરાવી અને હાલના વિસ્‍તારમાં અશાંતધારો લાગુ કરવા વિસ્‍તારવાસીઓની ઉષ્‍માભરી લાગણી હોય જે સંદર્ભે તાત્‍કાલિક પગલા લેવા માંગણી છે.

(4:23 PM IST)