તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
રાજકોટમાં ભાજપના કાર્યકરો મજૂરો-સરકારી કર્મચારીઓને દબાણ આપી પક્ષના સભ્ય બનાવે છેઃ આપનો આક્ષેપ
કલેકટરને આવેદન પાઠવી રજૂઆતઃ ગરીબ વર્ગ-કર્મચારીઓ હેરાન ન થાય તે જોવા માંગણી

રાજકોટ તા. ર૦ :.. આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદન પાઠવી ભાજપના કાર્યકરો અને હોદેદારો દ્વારા સામાન્ય માણસો ઉપર દાદાગીરી કરી અને ધાક ધમકી આપી ભાજપના સભ્યો બનાવવા અંગે રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, હાલમાં ભાજપ પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ કાર્યકરો અને હોદેદારોને એમના પ્રદેશમાં બેઠેલા નેતાઓ દ્વારા ટારગેટ આપેલ હોઇ આ ટારગેટ પુરા કરવા કાર્યકરો તેમ પાથરણા વાળા, પરપ્રાંતિય મજૂરો, શાક માર્કેટ વાળા લારી-ગલ્લાવાળા આવા ગરીબ માણસોને ‘અહીં જો ધંધો કરવો હોય તો તમારો મોબાઇલ આપો અને ભાજપની એપમાં ઓટીપી આપી રજીસ્ટ્રેશન કરાવો' આવી રીતે તાનાશાહી ગુજારી રહી છે.
આ કામમાં સરકારી કર્મચારીઓને, સ્કુલો તથા કોલેજના સ્ટાફને યુનિવર્સિટીના સ્ટાફને હોસ્પીટલ સ્ટાફ વગેરેનો નહિ ઇચ્છતા હોવા છતાં સત્તાનો ઉપયોગ કરી દબાણ આપી ભાજપના સદસ્ય બનાવવા કામગીરી કરાવવા મજબૂર કરે છે.
આથી વિનંતી છે કે સત્તા પક્ષ દ્વારા ગરીબ મજૂર લોકોને હેરાન ના થાય એની ખાસ તકેદારી રાખવા તથા સરકારી કર્મચારીનો દુરઉપયોગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવા વિનંતી છે.
(4:14 PM IST)










