તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
શહેરના રાજમાર્ગો પરથી નડતરરૂપ ૩૫૦થી વધુ રેંકડી - કેબીન - પરચૂરણ સામાન જપ્ત
મનપાની દબાણ શાખા ત્રાટકી વિવિધ વિસ્તારોમાં મંજુરી વિનાના રાજકીય સંસ્થાના ૮૭ બોર્ડ - બેનરોના દબાણો હટાવાયા : ૧.૮૦ લાખનો વહીવટી ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ૨૦ : મનપાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ૭ દિવસ દરમિયાન કુલ ૫૫ રેંકડી - કેબીન અને ૮૭ બોર્ડ - બેનરો જપ્ત કરી રૂા. ૧,૮૦,૬૯૫નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૧ થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૫૫ રેકડી-કેબીન, ૨૯૭ અન્ય ચીજવસ્તુઓ, ૩૯૫ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, ૮૭ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી, જયુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૫૫ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, જયોતિનગર,નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૨૯૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જંક્શન રોડ,જયુબેલી,પંચાયત ચોક, રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રિંગ રોડ,લક્ષ્મીનગર નાલા પાસેથી ૩૯૫ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.૪૫,૦૦૦ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૩૫,૬૯૫ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પિડવેલ ચોક સુધી, સાધુવાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્ષ રિંગરોડ પરથી મંજુરી વિનાના ૮૭ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(4:22 PM IST)










