તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
રાજકોટના આંગણે રવિવારે ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનની ૪૯મી બિઝનેસ મીટ
ગુજરાતભરમાંથી ચા ના વેપારીઓની ઉપસ્થિતિમાં ચા ને લગતા પ્રોડકશન સપ્લાય સહિતના મુદ્દે ચર્ચાઃ પૂ.જ્ઞાન વત્સલ સ્વામી આશીર્વચન આપશેઃ દિનેશ કારીયા

રાજકોટઃ આગામી ૨૨ સપ્ટેમ્બરે રવિવારે ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં મુખ્ય મહેમાન તરીકે બીએપીએસના સંતશ્રી જ્ઞાનવત્સલ સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનની એજીએમ રાજકોટમાં એસો.ના પ્રમુખ દિનેશ કારીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ રહી છે.
રાજકોટના જ પ્રમુખ હોય તેવી પ્રથમ ઘટના ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશની એજીએમ રાજકોટમાં થતી હોય એવી ઐતિહાસિક પ્રથમ ઘટના છે આ મિટિંગમાં ગુજરાત ભરમાંથી તમામ ચાના વેપારીઓ અને તમામ પેકેટર્સ ઉપસ્થિત રહેશે.
આ મીટીંગમાં ચાને લગતા મુદ્દાઓની ચર્ચા વિચારણા થશે પ્રોડક્શન અને સપ્લાય આ બંને વિષયો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા થશે ચાની ક્વોલિટી અને આવનારા દિવસોમાં ચાનુ પ્રોડક્શન અને નવી સિઝન કેવી રહેશે તેની પણ ચર્ચા વિચારણા થશે.
આ મિટિંગને એમપી ગ્રુપના શ્રી નરેશકુમાર બંસલે સીલીગુરીનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
આ મીટીંગમાં એમ બી ગ્રુપ સીલીગુરીના ડાયરેક્ટર નરેશકુમાર બંસલજી અને આયુષ બંસલજી,રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, ફેટાના ચેરમેન સંજય શાહ,રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, આસામથી નેટાના સલાહકાર બિંદીયાનંદજી ટી બોર્ડના મેમ્બર જીવરાજ ચા વિરેનભાઈ શાહ વાઘ બકરી ચાના માલિક પારસ ભાઈ દેસાઈ રાજકોટ થી મર્ચન્ટના પ્રમુખ મનોજભાઈ ઉનડકટ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશન સેક્રેટરી મનીષકુમાર પટેલ ઉપસ્થિત રહેશે.
આ મીટીંગ રાજકોટમાં એમરન ક્લબ કાલાવડ રોડ ખાતે સવારે ૧૧ વાગ્યાથી લઈ અને બપોરે ત્રણ વાગ્યા સુધી યોજાશે. સમગ્ર ગુજરાતમાંથી નાના મોટા તમામ વેપારીઓ ચા ના ઉપસ્થિત રહેશે. તેમ અંતમાં જણાવાયું છે.
(4:16 PM IST)










