તા. ૮ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૧ મંગળવાર
News of Monday, 23rd September 2024
શિવાજીનગરમાં પાણીપુરી વેંચવા વાળાને શેરીમાંથી ભગાડવાની ના પાડતાં બટાઝટી
સવિતાબેનને વેવાઇની દિકરીએ ઇંટ ફટકારીઃ સામે નીશાને પાઇપના ઘા ફટકારાયા

રાજકોટ તા. ૨૩: ચુનારાવાડ નજીક શિવાજીનગરમાં પાણીપુરીની લારીવાળો લારી રાખી પુરી વેંચતો હોઇ તેને શેરીમાંથી ભગાડવા મામલે માથાકુટ થતાં એક મહિલા અને તેના વેવાઇની દિકરીઓ વચ્ચે બટાઝટી બોલી જતાં બે લોકોને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ શિવાજીનગર-૫માં રહેતાં સવિતાબેન ગોરધનભાઇ શિયાળ (ઉ.વ.૬૦) પોતાના ઘર પાસે સાંજે આઠેક વાગ્યે હતાં ત્યારે તેમના વેવાઇ કાનાભાઇની દિકરી કુંજલબેને ઇંટનો ઘા મારી માથામાં ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે તેના વેવાઇની અન્ય દિકરી નિશા કાનાભાઇ બારૈયા (ઉ.વ.૩૦) પણો પોતાને સવિબેન, તેના પુત્ર સાગર અને ભત્રીજા નવઘણે પાઇપથી ફટકારી હોવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે થોરાળા પોલીસને જાણ કરી હતી.
સવિતાબેને કહ્યું હતું કે શેરીમાં પાણીપુરીવાળો લારી લઇને ઉભો હોઇ અમારા ઘરની દિકરીઓ પુરી ખાતી હતી ત્યારે જમાઇ રઘુએ આ પાણીપુરીવાળાને શેરીમાંથી બહાર ભાગી જવાનું કહેતાં તેને આવુ કરવાની ના પાડતાં માથાકુટ થયા બાદ મારામારી થઇ હતી.
(12:04 PM IST)










