તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
રાજકોટના વકીલો માટે ‘ગેટ ટુ ગેધર' કાર્યક્રમ યોજાયો મંત્રી-સાંસદ-ભાજપ આગેવાનોનું વકીલો દ્વારા સન્માન
વકીલોની મોટી સંખ્યામાં હાજરી : બાર કાઉ.ના દિલીપભાઇ પટેલ અને સુમિત વોરા દ્વારા આયોજન

રાજકોટ તા. ૨૩ : રાજકોટ શહેરના વકીલો માટે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર સુમીત વોરા દ્વારા શ્રાવણ માસના છેલ્લા સોમવારે કરેલ આયોજન વરસાદી વાતાવરણના કારણે મોફુક રાખેલ હોય તે ટોપલેન્ડ મહાદેવ મંદિર, રૈયા ગામ પાસે રાખેલ જેમાં વકીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ અને પુરૂષ તથા મહિલા ધારાશાષાીઓ મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતા.
ઉપસ્થીત રહેલ સાંસદશ્રી પુરૂષોતમભાઈ રૂપાલા તથા રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, રમશેભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, પુર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, વલ્લભભાઈ કથીરિયા, કોર્પોરેટર નેહલ શુકલ, પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર તથા અશ્વિનભાઈ મોલીયા પુર્વ ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી સહીતનાઓનું સન્માન દિલીપભાઈ પટેલ, સુમિત વોરા તથા વિવિધ બાર એસીસીએશન દ્વારા શીલ્ડ, પુષ્પગુચ્છ તથા હારથી અદકેરૂ વિશીષ્ટ સન્માન કરેલ હતુ.
આ કાર્યક્રમમાં ભાજપ લીગલ સેલના પુર્વ કન્વીનર અંશ ભારદ્વાજ, સી.એચ.પટેલ, કારોબારી સભ્યો વિમલ ડાંગર, ધર્મેશ સખીયા, વિરેનભાઈ, પ્રદેશ કારોબારી સભ્ય હિતેશ દવે, બાર એસો. પ્રમુખ બકુલ રાજાણી, કારોબારી સભ્યો અજય પીપળિયા, પીયુષ સખીયા, હિરલ જોષી તથા રાજકોટ ક્રીમીનલ બારના તુષાર બસલાણી, રાજકુમાર હેરમા, હીતુભા જાડેજા, હેમાંગ જાની સહિતનાઓ પોતાના સભ્યો સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહેલ હતા તેમજ સરકારી વકીલશ્રીઓ દિલીપભાઈ મહેતા, પરાગભાઈ શાહ, મુકેશભાઈ પીપળીયા, પ્રશાંતભાઈ પટેલ, અતુલભાઈ જોષી, બીનલબેન રવેશીયા, સ્મીતાબેન અત્રી, મહેશભાઈ જોશી વિગેરે પણ ઉપસ્થીત રહેલ હતા.
રાજકોટ શહેરના બાર એસોસીએશન પછી સૌથી વધુ એડવોકેટસની સંખ્યા ધરાવતા રેવન્યુ બાર એસો. ના પ્રમુખ રમેશભાઈ કથિરીયા, સેક્રેટરી વિજય તોગડીયા, ઉપપ્રમુખ ગીરીરાજસિંહ જાડેજા, આનંદ જોષી, નિલેશ પટેલ, રજની ગજેરા, કેતન મંડ સહીતના પોતાના સભ્યો સાથે ઉપસ્થીત રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. નોટરી બાર એસો. ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, ઉપપ્રમુખ યોગેશ ઉદાણી, સેક્રેટરી હસમુખ જોષીએ તમામ નોટરીને કાર્યક્રમનું રૂબરૂ તથા ફોનથી ઉપસ્થીત રહેવા આમંત્રણ પાઠવેલ હતુ સાથે સભ્યો આર. ડી. ગોહિલ, આર.યુ. પટેલ, ભરતભાઈ આહયા વિગેરે જોડાયેલ હતા.
મહિલા બાર એસોસીએશનના પ્રમુખ રક્ષાબેન ઉપાઘ્યાય, નયનાબેન ચૌહાણ, મહેશ્વરીબેન ચૌહાણ, બીનલબેન રવેશીયા, એકતા જોષી, સ્મીતાબેન અત્રી, પ્રગતી માંકડીયા, લક્ષ્મીબેન વાઢેર, એકતાબેન સગપરીયા, સેજલ સાવલીયા બહેનોને મોટી સંખ્યામાં હાજર રાખવામાં સફળ રહેલ હતા. સીનીયર ધારાશાષાીઓ જે.ટી. ફળદુ, ડી.ટી. ફળદુ , શ્યામલભાઈ સોનપાલ, જયદેવ શુકલા, કે.ડી. શાહ, ઉદય દવે, કલેઈમ બારના પુર્વ પ્રમુખ રાજેશ મહેતા, રૂપરાજભાઈ પરમાર, વિકાસ શેઠ, કે. જે. ત્રિવેદી, ગોપાલ ત્રિવેદી, ભાવેશ મકવાણા, સ્તવન મહેતા સાહિતનાઓ પધારેલ હતા.
વોઈસ ઓફ લોયર્સના પરેશભાઈ મારૂ, વિશાલ ગોસાઈ, હરેશ પરસોડા, બિમલ જાની, નિકુંજ શુકલા, ચેતન પંજવાણી સહીતના વિવિધ વકીલો તથા વીવીધ વકીલ એસોસીએશન જોડાયેલ હતા. આ કાર્યક્રમમાં બહેનોની ફોજ રેખાબેન પુવાર, પન્નાબેન ભુત, બીનીતા શાહ, ધારા મુળશા, પ્રકળતી જોશીપુરા, પ્રિતી પાધડાળ, ત્રિશાલી જોષી, કોમલ રાવલ, નીધી સોંડાગર, નિશા લુણાગરીયા, રશ્મી પટેલ, ધ્વની બુધ્ધદેવ, ખ્યાતી ભટ્ટ, રેખાબેન હરખાણી, જયોતીબેન શુકલા, લતાબેન અબોટી સહીતના મોટી સંખ્યામાં બહેનો હાજર હતા.
આ સમયે વકીલોની યુવા ફોજ હીરેન રૈયાણી, કેવીન તાળા, હેમંત પરમાર, મુકેશ જરીયા, હિત અવલાણી, રવી મુલીયા, યશ અનડકટ, પ્રકાશ બડેવી, રાજ ભાવસાર, કીશન મીઠાપરા, મેઘજી માટિીયા, અજય ભાલાણી, હરદેવસિંહ પરમાર, પ્રતિક રાજયગુરૂ, મહિપાલ સબાડ, અનીલ કાકડીયા, હિમાંશુ શીશાંગીયા, કિશન વાલ્વા, ભરત હુંબલ, તન્વીર લાવડીયા, જીગર દક્ષીણી, પંકજ દોંગા, મેઘરાજસિંહ ચુડાસમા, દીગુભા ઝાલા, પ્રહલાદસિંહ ઝાલા, જીગ્નેશ વીરાણી, કલ્પેશ નસીત, નીખીલ ઝાલાવડીયા, વિજય જોષી સહિતની યુવા ટીમે કાર્યક્રમ સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરેલ હતી.
વકીલ એકતાના પરીણામે કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો શ્રી દિલીપભાઈ પટેલ તથા સુમિત વોરાએ આભાર માનેલ હતો.










