<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

જૂનાગઢ જેલનો દુષ્કર્મના ગુનાનો કાચો કેદી સાગર રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રીઝનર વોર્ડમાંથી ફરાર

જુનાગઢ જેલમાં ખીલી ખાઈ લેતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો: મુળ મોરબીનો વતની

રાજકોટ તા.૨૩: જુનાગઢ જેલમાં રખાયેલા સાગર નવઘણભાઈ મુંધવા (ઉ.વ.૩૦) નામના કેદીએ જેલમાં ખીલી ખાઈ લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂ, કેતનભાઈ નિકોલા ચા અને તૌફિકભાઈ જુણાચે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. દરમિયાન આ કાચા કામનો કેદી આજે સાંજે જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાંટી ભાગી જતાં દોડધામ મચી ગઇ છે.

 મુળ મોરબીના વતની સાગર વિરૂધ્ધ કેશોદમાં દૂષ્કર્મનો ગુનો નોંધાયો છે અને તે કાચા કામનો કેદી છે. અગિયાર માસથી જુનાગઢ જેલમાં છે. ત્યાં પાંચેક દિવસ પહેલા ખીલી ખાઈ લેતાં સારવાર અપાઈ હતી. વધુ સારવારની જરૂર હોઈ રાજકોટ ખસેડાયો હતો. સાંજે સિવિલ હોસ્પિટલના પ્રીઝનર વોર્ડમાંથી તે ભાગી જતાં તેને શોધી કાઢવા પ્ર. નગર પોલીસ, ડીસીબી, એલસીબીની ટીમો કામે લાગી છે.

(10:26 PM IST)