News of Tuesday, 24th September 2024
સહિયર કલબ : રાસ - ગરબા રમવું પણ ગમે... સાંભળવું પણ ગમે એવું ‘સહિયર'
સહિયર કા મ્યુઝિક ‘મેજિક હે...' સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ગાયકો, ગુજરાતના બેસ્ટ વાદકોનો સંગમ એક મંચ પર : સુરેન્દ્રસિંહ વાળા અને તેની ટીમની જહેમત

રાજકોટ તા. ૨૪ : ફરી એક વાર, સૌરાષ્ટ્ર ની શ્રેષ્ઠ નવરાત્રી બનવા તરફ સહિયર રાસોત્સવ ના આયોજકો કમર કસી ને મેહનત કરી રહ્યા છે.
સમાજ કલ્યાણ સમિતિ ના તથા સહિયર ક્લબ ના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા ના વડપણ સાથે સહિયર ક્લબ ઓર્ગેનાઇઝર્સ, સર્વશ્રી ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ, ક્રિષ્નાપાલસિંહ વાળા, કૃણાલભાઈ મણિયાર (વોઇસ ઓફ ડે), રવિરાજસિંહ જાડેજા, પિયુષ રૈયાણી, રજવિર્સિંહ ઝાલા, જગદીશભાઈ દેસાઈ, કરણભાઈ આડતિયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢિયા, પ્રતિકભાઈ જટાણીયા, હિરેનભાઈ ચંદારાણા, નિલેશભાઈ ચિત્રોડા, દીપકસિંહ જાડેજા, અનીશભાઈ સોની, રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામાં સરકાર), વિકી ઝાલા, રૂપેશભાઈ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશભાઈ રામાણી, જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્ખર, એહમદ સાંધ, યુવરાજસિંહ ચુડાસમા, મિત વેડીયા, વજુભાઈ ઠુંમર, નિલેશભાઈ તુરખીયા, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ ડોડીયા, સુનીલ પટેલ, શૈલેષભાઈ પંડ્યા, નીરવભાઈ પોપટ, ધવલભાઈ નથવાણી, અભિષેક શુક્લા, સહિત તમામ આયોજકો એ વિવિધ કમિટીની રચના કરી જાજરમાન પ્લે ગ્રાઉન્ડ, લાઈટિંગ, અદ્યતન સ્ટેજ ડિઝાઇન, બ્રાન્ડેડ ફૂડઝોન, આફટર ગરબા લાઈવ શો જેમિંગ તથા સૌથી મહત્વની સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સરકારશ્રી ની ગાઇડલાઈન ને અનુસરતા તમામ કાયદાકીય ગતિવિધિઓ નું પાલન કરી કોઈ પણ અનિચ્છનીય ઘટના ને નિવારવા સહિયર પોતાની સક્ષમતા સાબિત કરશે તેમાં બેમત ન હોવાનું યાદીમાં જણાવાયું છે.
તમામ પાસાઓ પર ખરા ઉતર્યા બાદ પણ ખેલૈયાઓની પ્રથમ પસંદગી તો સંગીત જ હોય છે. આ વર્ષે પણ સંગીત લાજવાબ રહેશે કારણકે ખેલૈયાઓ અને કરોડો ડિજિટલ વ્યુર્સ કહે છે ‘સહિયર કા મ્યુઝિક - મેજિક હૈ' આઈફા એવોર્ડ વિનર સંગીત ગ્રુપ જીલ એન્ટરટેન્મેંટ દ્વારા સંગીત નીયોજીત થશે જેમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક ગાયકો સાથે તાલ સંગત કરી ચૂકેલા સૌરાષ્ટ્ર ના બેસ્ટ રિધમિસ્ટ હિતેશ ધકેચા, યુવા સંગીત નિયોજક રવી ધાકેચા, સાગર માંડલિયા અને રવી ભટ્ટ સંગત કરશે. સહિયર ની સાઉન્ડ સિસ્ટમ હંમેશા લોકોના દિલ જીતે છે. સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઈનર રોહિત વાડોદરિયા- ગણેશ સાઉન્ડ સહિયર નું જમાં પાસુ બની રેશે.
સૌરાષ્ટ્ર ગુજરાત ના શ્રેષ્ઠ ગાયક છલડો અને હેલો થી પ્રસિદ્ધ થયેલા રાહુલ મેહતા તથા લોકગાયકીનો મીઠો કંઠ અપેક્ષા પંડ્યા ખેલૈયાઓ ને ગરબે ઝુમાવશે. શબ્દ અને સુર સાથે કારકિર્દીના ૩૦ માં વર્ષમાં પ્રવેશેલા પરફોરમર તેજસ શિશાંગિયા સતત ૨૩ માં વર્ષે પણ સહિયર ના મંચ ને શોભાવશે.
સીઝન પાસ બુક કરાવવા માટે સંપર્ક : ૮૯૮૦૦૨૧૩૨૧, સ્થળ : ૩૧૨, ત્રીજો માળ, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ.
(3:32 PM IST)










