News of Tuesday, 24th September 2024
ઉદય કાનગડ તથા એઇમ્સના ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ : ૧૧પ૦ દર્દીઓને લાભ લીધો
ભાનુબેન બાબરીયા, પરસોતમભાઇ રૂપાલા, મુકેશભાઇ દોશી, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, નયનાબેન પેઢડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા : પાર્ટીના તમામ સંગઠનાત્મક કાર્યોમાં સક્રિયતા થકી કાર્યકર્તાઓની અને સેવાકીય કાર્યો થકી લોકો સાથે જીવંત સંપર્ક જાળવી રાખનાર ઉદયભાઇએ ખરા અર્થમાં એક લોકપ્રતિનિધિ દાયિત્વને દિપાવ્યું છે : પરસોતમ રૂપાલા : ‘સેવા એ જ સંગઠન' એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે : પાર્ટીનો કાર્યકર્તા કોઈના કોઈ માધ્યમથી, અને કોઈના કોઈ પ્રસંગે હંમેશા લોકોની વચ્ચે રહી તેના સુખ-દુઃખમાં ભાગીદાર બનતો આવ્યો છેઃ ઉદય કાનગડ

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૦ વર્ષોમાં અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી દેશવાસીઓનું જીવન સરળ અને સુવિધાયુક્ત બને તે દિશામાં સતત કાર્યરત રહયા છે, રોજગારીના વ્યાપ વધારવાના મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહયા છે અને વિશ્વભરમાં તેની નોંધ લેવાઈ રહી છે.
નરેન્દ્રભાઇના જન્મદિવસ અનુસંધાને એઈમ્સ હોસ્પિટલ તથા ધારાસભ્ય ઉદય કાનગડના સંયુક્ત ઉપક્રમે વોર્ડラ૩, રેલનગરમાં મેગા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ (દવા સાથે) નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હોવાનું શ્રી કાનગડે જણાવ્યું છે.
રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકર, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઇ રાડીયા,વોર્ડના પ્રભારી પુર્વેશભાઇ ભટ્ટ, વોર્ડપ્રમુખ હેમુભાઈ પરમાર તેમજ વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ,પ્રભારી, મહામંત્રી સહિત વોર્ડ સંગઠનના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાગત પ્રવચનમાં શ્રી ઉદય કાનગડએ જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીએ વંચિતો, ગરીબો, વિચરતી વિમુક્ત જાતિઓ, મહિલાઓ તથા યુવાનોના ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સુલભ બનાવીને સર્વ સમાજના ઉન્નત વિકાસના ધ્યેયને ચરિતાર્થ કર્યું છે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રને અનેક વિકાસકાર્યોને ભેટ આપનારા મોદીજીએ રાજકોટના આંગણે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે આશિર્વાદરૂપ એવી એઈમ્સ હોસ્પિટલની ભેટ અર્પણ કરી છે.
ત્યારે ‘સેવા એ જ સંગઠન' એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે, તેના પાયામાં સંઘ અને જનસંઘની વિચારધારા અને તેની અર્પણ/તર્પણ અને સમર્પણની ભાવનાઓ રહેલી છે. કોઈને કોઈ માધ્યમથી, કોઈના કોઈ પ્રસંગે હંમેશા લોકોની વચ્ચે રહી તેના સુખ-દુઃખમાં ભાગીદાર બનતો આવ્યો છે.
શ્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે ‘વિકસિત ભારત'નું વિઝન સાકાર કરનાર નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે ‘સેવા પખવાડીયા'નું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત ઉદયભાઈ દ્વારા લોકોને એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ઘ્વારા સર્વરોગ નિદાન કેમ્પનો લાભ આપવામાં આવી રહયો છે તે બદલ ખુબ ખુબ અભિનંદન શ્રી કાનગડ દ્વારા ધારાસભ્ય બન્યા બાદ પોતાના મતવિસ્તારમાં જનસેવા કાર્યાલય કાર્યરત કરી લોકોને તમામ સરકારી યોજનાઓ લાભ- માહિતી પોતાના ઘરઆંગણે જ પુરી પાડવામાં આવે છે, અવારનવાર કોઇનો કોઈ માધ્યમથી સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવે છે.
આ મેગા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં ૧૧૫૦થી વધુ જરૂરીયાતમંદોએ આરોગ્ય વિષયક સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો અને મેડીકલ ર્નસિંગ ઓફીસરોની ટીમે પોતાની સેવા આપી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો. પીંકીબેન મીના, ડો.ઈવાબેન, ડો. રમેશ, ડો. કેતન, ડો. ગરીમા ઉપ્રેટી, ડો. શીવાની લશ્કરી, ડો. અંકિત ગર્ગ, આંખના રોગોના નિષ્ણાંત ડો. કેદાર નેમીવંત, ડો. મનીષ અગ્રવાલ, ડો. તૌસીફ ધનંજય, ડો.પંખુરી દુબે, ડો. સ્વરલી ગોમાસે, ડો. શકીના, હાડકાના રોગના નિષ્ણાંત ડો. રવીકુમાર, ડો. કળણાલ ઠકરાર, ડો. રાજન, ડો. સમર્થ ઓઝા, ડો.કોમલકુમાર જાંગીર, ડો. પાર્થ, ડો. અંકિતા,ડો. વર્ષીથા, ડો. યશ, ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. કળણાલ દેવકર, ડો. ધાર્વી હાપલીયા, ડો. રફીક, ડો. યશદીપ સિંઘ પઠાણીયા, ડો. પૂર્વા, ડો. મોહિત ગાલાણી સહિતની તબીબી ટીમે પોતાની સેવા આપી હતી. દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી.
નિદાન કેમ્પને સફળ બનાવવા શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા અને વોર્ડ-૩ના પ્રમુખ હેમુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ હીનાબા ગોહિલ, ઈલાબેન પડીયા, તળપ્તીબેન શુક્લ, નીતાબા ઝાલા, તળષાબા ગોહિલ, રેણુકાબેન પારેખ, પ્રવીણાબેન બુધ્ધદેવ, કિન્નરીબેન ચૌહાણ, વિલાસબા સોઢા સહિતનાએ જહેમત ઉઠાવી હોવાનું એક યાદીમાં જણાવાયુ઼ છે.
(3:36 PM IST)










