તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
રાજકોટ ડીસ્ટ્રીકટ બેંકમાંથી લોન લઇને આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા
આરોપી સાડા પાંચ લાખ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા.૨૪: રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક લી.માંથી મેળવેલ લોનની વસુલાત માટે આપેલ ચેક રીટર્ન અંગેની ફોજદારી ફરીયાદમાં એક વર્ષ અને છ માસની સજાનો હુકમ આરોપી વિરૂધ્ધ ફરમાવેલ છે. ચેકની રકમ ૫.૫૦ લાખ બે માસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ શહેરના કોઠારીયા રોડ રણુજા મંદીર પાસે આવેલ જે કે પાર્કમાં રહેતા સુરેશભાઈ પ્રભાતભાઈ જળુંએ શ્રી, રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંડ લી.સીટી શાખા, રાજકોટમાંથી રૂ.૧૮ લાખની લોન મેળવેલ આ લોન મેળવેલ ત્યારે બેંક જોગ લોન દસ્તાવેજો અને મોર્ગેજ કરી આપેલ અને લોનની રકમ ભરપાઈ કરવા અંગે. રૂા.૫,૫૦,૦૦૦/૦૦ ની ચેક આપેશ. સદરહું લોન વસુલ આપવા માટે આપવામાં આવેલ. આ ચેક બેંકે ખાતામાં ભરતા તે ચેક ખાતામાં અપુરતા નાણાને કારણે પરત ફરેલ. સુરેશભાઈ પ્રભાતભાઈ જળુંએ આપેલ ચેક રીટર્ન થતા બેંકે એડવોકેટ નિલેશ જે. પટેલ મારફત, ચેક રિર્ટન થયા અંગેની અને ચેકવાળી રકમ ચુકવી આપવા અંગેની નોટીસ આપેલ. નોટીસ આપવા છતાં આરોપી સુરેશભાઈ પ્રભાતભાઈ જળુંએ ચેકવાળી રકમ બેન્કમાં ભરપાઈ કરેલ નહિં. સુરેશભાઈ પ્રભાતભાઈ જળુંએ ચેકવાળી રકમ બેન્કને વસુલ નહિં આપતા બેન્કના બ્રાન્ચ મેનેજર ઘનશ્યામભાઈ બેચરભાઈ કમાણીએ રાજકોટના ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી.
બેન્ક તરફથી દાખલ કરવામાં આવેલ આ ફોજદારી ફરીયાદ ચાલી જતા બેન્ક તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા બેન્કના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ ચેકનો દુરુપયોગ કરતા ગુન્હાને હળવાશથી લઈ શકાય નહિ અને આરોપીની વર્તણુક લક્ષમાં લેતા આરોપી ઉપર દયા રાખવી ન જોઈએ તેવુ કોર્ટે માન્ય રાખેલ છે. તેમજ સુરેશભાઈ પ્રભાતભાઈ જળું સામેનો કેસ સાબીત થયેલ છે તેવુ માની એક વર્ષ અને છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે તેમજ ફરીયાદીને ચેકની રકમ રૂા.૫.૫૦ લાખ બે માસમાં ચુકવવા હુકમ ફરમાવેલ છે તેમજ વળતરની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં ફરીયાદી શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલ, રેખાબેન ઓડેદરા તથા સહાયક તરીકે રીધ્ધીબેન પીલોજપરા, દિપાલીબેન નકુમ રોકાયેલ હતા.
(4:09 PM IST)










