News of Tuesday, 24th September 2024
જંગલેશ્વરની નજરાના બેકરીમાંથી ૫૫ કિલો પફનો મસાલો અખાદ્ય : નેપલ્સ ફુડના ચીઝનો નમુનો નાપાસ
મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ : ખાણી -પીણીના ૧૩ વેપારીઓને લાઇસનસ અંગે સુચના : શહેરમાંથી પનીર, થાબડી, કેસર પેંડા, પનીર તથા કોપર-બરફી લાડુના નમુના પરિક્ષણ અર્થે મોકલાયા

રાજકોટ,તા.૨૪ : શહેરમાં મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ અને સર્વેલન્સની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે નેપલ્સ ફૂડમાંથી લેવાયેલ ચીઝના નમુનામાં ફોરેન ફેટની વધુ હાજરી મળતા સેમ્પલ ફેઇલ જાહેર કરાયેલ. ઉપરાંત જંગલેશ્વર વિસ્તારની નજરાના બેકરીમાંથી પફનો ૫૫ કિલો બટાકાનો મસાલો અખાદ્ય માલુમ પડતા નાશ કરાયેલ. સાથે જ પનીર, થાબડી, કેસર પેંડા, પનીર તથા કોપર-બરફીના લાડુના નમુના લેવામાં આવેલ આવેલ. ઉપરાંત ૧૩ ખાણી-પાણીના વેપારીઓને લાઇસન્સ અંગે સુચના આપવામાં આવી હતી.
આ અંગે મનાપની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારશા કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે.
ચીઝનો નમુનો નાપાસ
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘નેપલ્સ ફૂડઝ', બ્લોક નં.૧૮૮, પળથ્વી ઍસ્ટેટ, ૨-ચંદ્ર પાર્ક, બિગ બજારની બાજુમાં, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "JALAPEÎÚû CHEESE (LOOSE)" નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી વધુ આવતા તેમજ તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો ‘‘સબસ્ટાન્ડર્ડ'' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે ઍજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જંગલેશ્વર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ૅનજરાના બેકરી પેઢીની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલ પફ બનાવવા માટેનો બટાકાનો માવો વાસી અખાદ્ય માલૂમ પડતા તેનો અંદાજિત -૫૫ કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ફૂડ રજીસ્ટ્રેશનને બદલે લાઇસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
૨૦ વેપારીને ત્યાં ચેકીંગ
ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શાષાી મેદાન સામે હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૩ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૧૮ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. આ ચેકીંગ દરમ્યાન ક્રિષ્ના ઘૂઘરા, વિશાલ ઘૂઘરા, પપ્પુ ઘૂઘરા, સિતારામ છોલે, ક્રિષ્નાભાઈ છોલે કુલચે, જાની મદ્રાસ કાફે, ભૂરાભાઈ ભૂંગળા બટેટાવાળા, ભૂરાભાઈ રગડાવાળા, જય માતાજી છોલે ભટુરે, બોમ્બે વડાપાઉં, શિવ કોન, શિવશક્તિ મદ્રાસ કાફે, રોયલ હોટડોગ સહિત ૧૩ને લાઇસન્સ મેળવવા સુચના આપવામાં આવે છે.
નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઍક્ટ-૨૦૦૬ હેઠળ પનીર (લુઝ) સમળદ્ધ ડેરી ફાર્મ, પંચવટી મેઇન રોડ, લક્ષ્મીનગર ચોક, થાબડી (લુઝ) : સ્થળ- શ્યામ ડેરી ફાર્મ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, કેસર પેંડા (લુઝ) : જી.જી.ઍમ. સ્વીટ્સ એન્ડ નમકીન, મંગલમ પાર્ક મેઇન રોડ, મવડી, પનીર (લુઝ) : રાધેક્રિષ્ના ડેરી ફાર્મ, સોરઠિયા પરિવાર વાડી પાસે, મવડી, રાજકોટ, કોપરા-બરફી ના લાડુ (લુઝ) : ગોકુલ ડેરી ફાર્મ, નંદનવન ૨, કૈલાશ પાર્ક-૧, મવડી સહિત પાંચ નમૂના લેવામાં આવ્યા છે.
(4:09 PM IST)










