<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

પુરવઠાની ઝોનલ કચેરી-૧ ખાતે આજે પણ બઘડાટી લોકોના ટોળાઃ E-KYCને કારણે અન્‍ય કામગીરી અટકી

સર્વર ચાલુઃ પરંતુ DSO આ બાબતે તાકિદે યોગ્‍ય નિર્ણય લ્‍યે તેવી માંગણી

રાજકોટ : રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રની રેશનીંગ કાર્ડ કામગીરી કરતી ઝોનલ-૧ કચેરી (પૂર્વ વિભાગ માટે) જૂની કલેકટર કચેરી ખાતે બેસે છે, ગઇકાલે સર્વર ઠપ્‍પને કારણે ભારે માથાકુટ થતા પોલીસ બોલાવવી પડી હતી, આજે સર્વર ચાલુ હતું. પરંતુ ગઇકાલના અપાઇ ગયેલ ટોકનો અને આજના અપાયેલ ટોકનો  સંદર્ભે ર૦૦ થી ૩૦૦ અરજદારો એકઠા થઇ જતા અંધાધૂંધી સર્જાઇ હતી, લોકોના ટોળાને કારણે દેકારો મચી ગયેલ, ઝોનલ ઓફીસરે યોગ્‍ય કરવા બહાર દોડી આવવુ પડયું હતું, ખાનગી સિકયુરીટીના હાથમાં પણ મામલો ન રહે તેવો માહોલ સજાર્યો હતો. તપાસ કરતા એવુ બહાર આવ્‍યું હતું કે, ઇ-કેવાયસી દરેક કાર્ડ હોલ્‍ડરો માટે ફરજીયાત બનાવાયું છે, આ કામગીરી બપોરે ૩ પછી કરવાની છે, પરંતુ આ કામગીરી સવારે ૧૦ થી ચાલુ કરાતા, રેશનકાર્ડની અન્‍ય તમામ કામગીરી અટકી  દેકારો મચી ગયો હતો, ટોળામાં ભારે તંગદિલી છવાઇ હતી, આ પ્રશ્ન તાકિદે હલ કરવા ડીએસઓ પોતે દરમિયાનગીરી કરે અને તાકિદે યોગ્‍ય નિર્ણય લ્‍યે તેવી માંગણીઓ ઉઠી છે, તસ્‍વીરમાં પુરવઠાની ઝોનલ-૧ કચેરીની લોબીમાં લોકો-અરજદારોના ટોળા નજરે પડે છે. (પ-૧૬)

(3:12 PM IST)