News of Wednesday, 25th September 2024
રવિવારથી આકાશમાં બે ચંદ્ર દેખાશે : આ ‘મીની મુન' વિજ્ઞાન ઉપકરણની મદદથી જ નિહાળી શકાશે

રાજકોટ તા. ૨૪ : આગામી તા. ૨૯ સપ્ટેમ્બરથી ૨૫ નવેમ્બર એટલે કે ૫૭ દિવસ સુધી પૃથ્વીની ભ્રમણકક્ષાએ મીની મુનને વિજ્ઞાન ઉપકરણની મદદથી જોઇ શકાશે. નરી અંખે નહીં જોઇ શકાય. પરંતુ વિજ્ઞાન ઉપકરણથી બીજો ચંદ્ર જોઇ શકાશે. આમ આકાશમાં એક સાથે બે ચંદ્ર નિહાળી શકાશે. આ ખગોળીય ઘટનાનો વિજ્ઞાન પ્રેમીઓએ અચુક લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે. તેઓએ જણાવ્યુ છે કે આ બીજો ચંદ્ર એ બીજુ કઇ નહીં પણ નાનો એસ્ટરોઇડ છે. જેનું નામ ૨૦૨૪ પીટી-પ આપવામાં આવ્યુ છે. જે અર્જુન એસ્ટરોઇડ પટ્ટામાંથી આવેલ છે. ૯૩ મીલીયન માઇલ દુર એસ્ટરોઇડનું એક જુથ પૃથ્વી જેવી ભ્રમણકક્ષાને અનુસરે છે. અમુક સમય પછી ભ્રમણકક્ષામાંથી પાછા ગ્રહ તરફ વે છે. પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ખેંચાણથી તે કબ્જામાં આવે છે અને મીની મુનમાં ફેરવાઇ જાય છે
(4:30 PM IST)










