<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ગાંધી જયંતિએ ‘સાયકલોથોન' યોજાશે

બીઇંગ યુનાઇટેડ, શહેર પોલીસ અને નેશનલ હાઇવે ઓથોરીટીના સંયુકત ઉપક્રમે આયોજન

રાજકોટ તા.૨૪: દાઉદી વોરા સમાજના યુવાનો દ્વારા પ્રેરિત બીઇંગ યુનાઇટેડ એનજીઓ, શહેર પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા ઉપક્રમે તેમજ ૯૪.૩ માઇ એફએમ, ન્‍યુ ક્રિસ્‍પી ટાઉન તેમજ હજુરી આઇસ્‍ક્રીમના સહયોગથી બીજી ઓકટોબરે ગાંધી જયંતીના દિવસે રાજકોટવાસીઓ માટે સાયકોલોથોનનું  આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સાયકલોથોનમાં  આશરે ૩૦૦ જેટલા સ્‍પર્ધકો ભાગ લેશે. આ સાયકલોથોનનો મુખ્‍ય હેતુ ‘‘સે નો ટુ ડ્રગ્‍સ'', ‘‘કલીન ઇન્‍ડીયા'' તેમજ ‘‘ફિટ ઇન્‍ડીયાનો રહેશે. સમગ્ર રાજકોટવાસીઓને ‘‘સે નો ટુ ડ્રગ્‍સ''ના અભિયાનમાં જોડાવવા સંસ્‍થાએ અપીલ કરેલી છે.

સાયકલોથોનની એન્‍ટ્રી ફી રૂ.૨૦૦ રાખેલી છે. તેમાં ટીશર્ટ રિફ્રેશમેન્‍ટ પ્રમાણપત્ર અને બીજુ ઘણું બધું છે. આ સાયકલોથોનમાં ભાગ લેવા માટે તા.૨૬ના ગુરૂવાર સુધીમાં મો.૯૮૯૮૪ ૫૬૦૦૭ ઉપર વોટસએપમાં હાઇ મેસેજ કરવાથી રજીસ્‍ટ્રેશન લીંક મળશે.

સવારે ૬:૩૦ કલાકે ગાંધી મ્‍યુઝિયમથી શરૂ થશે અને બહુમાળી ભવન ખાતે પૂર્ણ થનાર આ સાયકલોથનો અંતર ૧૫ કિ.મી.નું રહેશે. આ સાયકલોથોનનો રૂટ ગાંધી મ્‍યુઝિયમથી ત્રિકોણબાગ ત્રિકોણબગથી યાજ્ઞિક રોડ, યાજ્ઞિક રોડથી પંચાયતનગર ચોક, કિસાનપરા ચોક, અંડરબ્રિજ, કોટેચા ચોક, ઇન્‍દિરા સર્કલ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડથી હનુમાન મઢી ચોક, આમ્રપાલી અંડરબ્રિજ રીંગ રોડથી બહુમાળી ભવન ખાતે સરદાર પટેલના સ્‍ટેચ્‍યુ પાસે પૂર્ણ થશે. તેમ સંસ્‍થાના પ્રમુખ તેમજ રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઇ સોની તેમજ સંસ્‍થાના સભ્‍યોએ જણાવે છે

(3:15 PM IST)