News of Wednesday, 25th September 2024
માનવ સાંકળથી સ્વચ્છતાનો સંદેશો

વોર્ડ નં. ૩ માં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માં સંતોષી પે સેન્ટર શાળા નં. ૯૮ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા ર૦ર૪ ની ઉજવણીના ભાગ રૂપે સેલ્ફી પોઇન્ટ ઇન્સ્ટોલેશન તેમજ સ્વચ્છતાના વિષય પર માનવ શૃંખલાની રચના કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ બનાવી સ્વચ્છતા હી સેવાનું સુત્ર બનાવવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા મનિષભાઇ રાડીયા દંડક શાસક પક્ષ રાજકોટ કોર્પો. તેમજ શાળાના આચાર્ય ચંપકભાઇ પ્રજાપતિ શાળા નં. પ૯ના પૂર્વ આચાર્ય અને વ્યાયામ શિક્ષક મનસુખલાલ ડી. અમૃતિયા વોર્ડ નં. ૩ના એસ.આઇ. એઝાઝખાને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. શાળાના આસિ. શિ. કેતનભાઇ ડેર સંજયભાઇ ચાવડા, ભરતભાઇ તેમજ ભકિતબેન કાનગડ, શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ.
(3:45 PM IST)










