<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

કલબ યુવીના ખેલૈયાઓ સેકન્‍ડ રીંગ રોડના પ્રાઇમ લોકેશનમાં ધૂમ મચાવશે

માત્ર ખેલૈયાઓ જ નહીં પૂરો પરિવાર નવરાત્રી માણી શકે તેવા પારીવારીક માહોલનું સર્જન કલબ યુવી : સૌરાષ્‍ટ્રના સૌથી મોટા ગ્રાઉન્‍ડમાં ડોમ ગેલેરીઓ સહિત સ્‍ટેડીયમ ટાઇપ બેઠકઃ ખેલૈયાઓ માટે બારકોડ પાસની વ્‍યવસ્‍થાઃ આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્રાઉન્‍ડની સજાવટઃ ફુડઝોન, પાર્કિંગ, ટાઇટ સીકયોરીટી સાથે વાઇફાઇ, સેલ્‍ફીઝોન સહિતના આકર્ષણો

રાજકોટઃ શહેરમાં કલબ યુવી નવરાત્રી મહોત્‍સવનું અલગ અંદાઝથી ભવ્‍યાતિભવ્‍ય, અદભુત આયોજન કરવામાં આવે છે, ૧૫ વર્ષની સફળતા બાદ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્‍સવ -૨૦૨૪' ની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ૧૬ માં વર્ષે ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્‍સવ માણે તે માટેનું સૌરાષ્ટ્રનું સૌથી મોટું આયોજન થયું છે. રાજકોટ શહેરમાં ન્‍યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્‍પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્‍લોટની સામે વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્‍સવ યોજાશે.

ઉત્‍સવપ્રિય જનતામાં નવરાત્રીનું પારીવારીક આયોજન કરતી સંસ્‍થા કલબ યુવી મોખરાનું સ્‍થાન ધરાવે છે, રાજકોટના ન્‍યુ૧પ૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્‍લોટ સામે કલબ યુવી દ્રારા તા. ૩-૧૦ થી ૧૧-૧૦- દરમ્‍યાન પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્‍સવની સમ્રગ પાટીદાર સમાજ દ્રારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્‍કૃતીને ધબકતી રાખવા માટે કલબ યુવી દ્રારા સતત ૧૬ માં વર્ષે અનેરૂ આયોજન થઇ રહયુ છે. દોઢ દાયકા પૂર્વે અર્વાચીન રાસોત્‍સવને પારિવારીક માહોલમાં નવરાત્રીનું સ્‍વરૂપ આપનાર કક્‍લબ યુવી એ મા ઉમિયાની ભકિતની સાથોસાથ સંગઠનની શક્‍તિનો સરવાળો કરી એક નવી જ કેડી કંડારી છે. સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્‍સવની ભેટ આપનાર કલબ યુવી ખલૈયાઓ ની સાથો સાથ પરિવારના તમામ સભ્‍યો નવરાત્રી માણી શકે તેવા પારિવારીક માહોલનું સર્જક બન્‍યુ છે. રાજકોટના સેકેન્‍ડ ૧૫૦ ફુટ રીંગ રોડના પ્રાઇમ લોકેશનમાં આ ભવ્‍ય નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે જેથી કરીને શહરેથી નજીક હોવાથી ખલૈયાઓ ખાસ કરીને સમાજની દિકરીઓ યુવતીઓને આવક-જાવકમાં સલામતી તેમજ સહજતા મળી રહે.

અર્વાચીન રાસોત્‍સવ ક્ષેત્રે સૌરાષ્ટભરમાં આગવું નામ ધરાવતી શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી' નવરાત્રી મહોત્‍સવમાં એડવાઇઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્‍મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્‍દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્‍પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ જણાવ્‍યુ હતુ કે, કલબ યુવી નવા રંગ રૂપ સાથે નવરાત્રી મહોત્‍સવની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. કલબ યુવી હમેંશા કંઇક નવું કરવા અને પરિવર્તનને સ્‍વીકારવા તત્‍પર રહયુ છે. આજના ડીઝટલ ટેકનોલોજીના સમયમાં કલબ યુવી ના નવરાત્રી ગ્રાઉન્‍ડમાં તમામ જગ્‍યાએ ડીજીટલ સ્‍ક્રિન લગાવવામાં આવશે. સ્‍પોન્‍સરોની જાહેરાત બેનર કે હોડીંગ્‍સ ને બદલે ડીજીટલ ક્રિન મારફતે પ્રસારીત કરવામાં આવશે. સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્‍સવની ભેટ આપનાર કલબ યુવી -૨૦૨૪ ના વર્ષમાં નવા કલેવર, નવી ઉર્જા, નવી સજાવટ અને નવી ટીમ સાથે નવા મુકામ સર કરવા કાર્યરત થઇ છે. નવરાત્રી મહોત્‍સવના આયોજન માટે આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સંપૂર્ણ સલામતી સાથે કોઈપણ સમાજની બહેન-દિકરી કલબ યુવીમાં ગરબા રમવા આવે ત્‍યારે માતા-પિતાને તેની ચિંતા રહેતી નથી આધુનીક ટેકનોલોજી ના ઉપયોગ દ્રારા ખૈલૈયાઓ માટે બારકોડ એન્‍ટ્રી પાસ બનાવાયા છે. જેના થકી ખેલૈયાઓ ગ્રાઉન્‍ડમાં એન્‍ટ્રી લેતા સમયે તથા ગ્રાઉન્‍ડની બહાર એકઝિટ થતા સમયે વાલીઓને મેસેજ દ્વારા જાણ થશે

 નવરાત્રી મહોત્‍સવમાં ગત વર્ષ કરતા ૩૦ ટકા મોટુ સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ ગ્રાઉન્‍ડ ૧,૦૬,૪૦૦ સ્‍કેવર ફુટ મેદાનમાં ૧૨ હજાર ખૈલૈયાઓ રમી શકે અને ૩૦ હજાર દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રીતો માટે ખાસ ૬ ગેલેરી, સ્‍પોન્‍ટશીપ કંપની માટે રપ થી વધુ પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્‍યવસ્‍થા, આર્કષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્‍ડની મધ્‍યમાં પ૦ ફુટની એલ.ઈ.ડી. થી સજજ મિકસર સ્‍પેસ તેમજ મેઇન સ્‍ટેજ ફરતે રાઉન્‍ડ એલ.ઈ.ડી. સ્‍ક્રિન ફોરમેટ થી સજાવટ થશે. કમલ સાઉન્‍ડ દ્વારા  અઢી લાખની હાઇટેક વીટીએકસ લાઇન એરે સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ ફુડઝાન કેન્‍ટીન, ઇન્‍ટરનલ પાર્કીંગ, તથા ટાઇટ સીક્‍યોરીટી સહીતનું પ્‍લાનીંગ અમલી બનાવ્‍યું છે. સમગ્ર ઇવેન્‍ટનું લાઇવ પ્રસારણ તથા સ્‍પોન્‍સર દાતાઓની પ્રોડકટને ઉજાગર કરાશે. કલબ યુવી ની વેબસાઇટ યુટયુબ તથા ફેસબુક લાઈવ દ્વારા નવરાત્રીનું દુનીયાભરમાં લાઇવ પ્રસારણ થશે. તથા કલબયુવી નવરાત્રી મહોત્‍સવ સ્‍થળે ખેલૈયાઓ તથા દર્શકો માટે એબ્‍યુલન્‍સ સાથે મેડીકલ ટીમની વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

કલબ યુવી નવરરાત્રી મહોત્‍સવમાં દરરોજ મેલ-ફીમેલ તેમજ ચિલ્‍ડ્રન કેરટેગરીમાં વેલ ડ્રેસ તથા પ્રિન્‍સ પ્રિન્‍સેસને ઇનામોની વણઝાર કરવામાં આવશે. કલબ યુવીના સમગ્ર આયોજનને સફળ બનાવવા કલબ યુવીની કમિટીના દિનેશભાઈ ચાપાણી, રજનીભાઈ ગોલ, રેનીસભાઈ માકડીયા, દિનેશભાઈ વિરમગામા, ચંદ્રેશભાઈ શીરા, યોગેશભાઈ કાલરીયા, અતુલભાઇ ભુત, કિશન સીણોજીયા, રીકેન વાછાણી, વસંતભાઈ કનેરીયા, હસુભાઈ નાર, ચેતનભાઈ ભુત, હર્ષિતભાઈ કાવર, હરીભાઈ કલોલા, રવિભાઈ ચાંગેલા, દિલીપભાઈ ઝાલાવડીયા, કેવલ ખીરસરીયા, ધવલ ખાનપરા, ગોપીભાઈ ત્રાંબડીયા, મનીષ વાછાણી, પીયુષ સીતાપરા, રાજુ ધુલેશીયા, ગીરીશ વાછાણી, મનીષ ચનીયારા, કેતન વડાલીયા, હર્ષિલ ખાચર, શૈલેષ ફળદુ, ચંદુ ગોવાણી, પૂજન ધોડાસરા, નવિન કોરડીયા, ખુશાલ ઝાલાવડીયા, જય કડીવાર, પરેશ ઉકાણી, યોગેશ ભુવા, જય ઓગણજા, મનીષ કાલરીયા, હિમાંશુ ઉંજીયા, રવિ અમૃતીયા, રજની વિરોજા, સંદીપ કાલરીયા, મનીષ સાપરીયા, રામ માટલીયા, વૈભવ ભુવા, મહેન્‍દ્ર હદવાણી, વિજેશ રોકડ, રાજુ ત્રાંબડીયા, પ્રીતુલ ઉકાણી, વિમલ લાલાણી, કેતન પબાણી, અશોક કણસાગરા, મીતુલ કોઠડીયા, હિતેન્‍દ્ર ઘેટીયા, પિનેશ સાપરીયા, રાકેશ દેસાઈ, ચીરાગ માકડીયા, પારસ મકવાણા, પાર્થ મકાતી, નીરવ ડેડકીયા, મિલન સારણીયા, કિરણ ચનીયારા, સુભાષ નવાપરીયા, રાજુ મારડીયા, દિપક કાલરીયા, કિર્તી સાવલીયા, રાજેશ હાંસલીયા, પીનલ ટીલવા, ભુપત જીવાણી, મિલાપ ઘેટીયા, પ્રફુલ ખાનપરા, ભવ્‍ય અઘેરા, અશ્વિન બરોચીયા, વાસુ બેરા, રાજુ જીવાણી, પ્રફુલ દેત્રોજા, પંકજ વેગડા, કનક મેંદપરા, ભરત ભલાણી, વિકાસ વાછાણી, સુરેશ બેરા, કિરણ વાછાણી, હાર્દિક ઉજીયા, કપીલ કાવર, કલ્‍પેશ વાછાણી, ધવલ ટીલવા, વિકૃત માકાસણા, પ્રહલાદ વાછાણી, રજની ધમસાણીયા, ભરત દેત્રોજા, નિતીન મેંદપરા, રાજેશ હિંગરાજીયા, પાર્થ કોરીંગા, પારસ ડેડકીયા, યુગ કણસાગરા, જીજ્ઞેશ કલોલા, જય સામાણી, રવિ દેસાઈ, જસ્‍મીન દેત્રોજા, જેકી પનારા, દર્શન મોરી, હિરેન પાચાણી, કુલદિપ સુતરીયા, વિશાલ કાલરીયા, કેવીન ગામી, નીમીત હીંગરાજીયા જહેમત ઉઠાવી રહયા છે.

 કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં કડવા પાટીદાર સમાજના ભાઇઓ બહેનો સમગ્ર પારીવારીક વાતાવરણ વચ્‍ચે મન મુકી નવરાત્રી મહોત્‍સવને માણી શકે તેવું પારીવારીક વાતાવરણ સર્જાય છે. કલબ યુવીના પ્રારંભ થી જ રાસોત્‍સવના ગ્રાઉન્‍ડ પર કડવા પાટીદાર કુળદેવીમાં ઉમિયાનું મંદિર બનાવાય છે. સમગ્ર નવરાત્રી મહોત્‍સવને ધર્મ સાથે જોડીને મહાઆરતી જેવા કાર્યકમો થકી નવરાત્રી ની ઉજવણી કરાય છે. જેમાં દરરોજ પૂજન આરતી બાદ જ રાસોત્‍સવનો પ્રારંભ કરાય છે. ખેલૈયાઓ માટે ટ્રેડીશ્નલ પારંપારીક વસ્ત્રો તેમજ ટાઇટ સીકયોરીટીનું આયોજન અમલી બનવાય છે. તેમ કલબ યુવીના મીડીયા કોર્ડીનેટર રજની ગોલએ જણાવ્‍યુ છે.

કલબ યુવી નવરાત્રી મહોત્‍સવમાં દોઢ

દાયકાની સોનેરી સફળઃ મૌલેશભાઇ ઉકાણી

રાજકોટઃ  શહેરની ઉત્‍સવપ્રિય જનતા માટે કલબ યુવી નવરાત્રી મહોત્‍સવનું નામ સતત ગુંજતુ રહે છે. સંસ્‍કારી સુરક્ષીત અને ભકિતસભર વાતાવરણ વચ્‍ચે કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો સમગ્ર પારીવારીક વાતાવરણ વચ્‍ચે મન મુકી નવરાત્રી મહોત્‍સવને માણી શકે તે માટે હર વર્ષે કંઇક નવું કરવાની પરંપરા એ કલબ યુવીની આગવી ઓળખ છે. એનો શ્રેય કલબ યુવીના એડવાઇઝરી ડાયરેકટર મૌલેશભાઈ ઉકાણી આપતા કલબ યુવીના હોદેદારો તથા ડાયરેકટરો, કોર કમીટી તથા કમીટી મેમ્‍બર્સની ટીમે તેઓને હર્ષભેર વધાવ્‍યા હતા.

અર્વાચીન રાસોત્‍સવની સાથોસાથ આપણા પ્રાચીન સંસ્‍કારો, પ્રાચીન ગરબાઓ, માતાજીના પૂજન અર્ચન માટે કલબ યુવીના પ્રારંભ થી જ રાસોત્‍સવના ગ્રાઉન્‍ડ પર કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું મંદિર બનાવાય છે. સમગ્ર નવરાત્રી મહોત્‍સવને ધર્મ સાથે જોડીને મહાઆરતી જેવા કાર્યકમો થકી નવરાત્રી ની ઉજવણી કરાય છે. જેમાં દરરોજ પૂજન આરતી બાદ જ રાસોત્‍સવનો પ્રારંભ કરાય છે. ખેલૈયાઓ માટે ટ્રેડીશ્નલ પારંપારીક વષાો તેમજ ટાઈટ સીકયોરીટીનું આયોજન અમલી બનાવાય છે.

(3:47 PM IST)