<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

આસો નવરાત્રીમાં શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમે શ્રીરામચરિતમાનસ નવાહ પાઠ

રાજકોટ તા. ૨૫ : સદ્દગુરૂ સદ્ન ટ્રસ્ટ સંચાલિત શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે આસો સુદ એકમ તા. ૩ થી આસો સુદ નોમ તા. ૧૧ સુધી શ્રીરામ ચરિત માનસજીના નવાહ પાઠનું આયોજન નીજ મંદિર હોલમાં કરાયુ છે. દરરોજ સવારે ૮.૩૦ થી ૧ સુધી પાઠ થશે. દરમિયાન તા. ૪ ના સવારે ૧૧ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ, તા. ૫ ના સવારે ૧૧.૧૫ વાગ્યે શ્રીરામ વિવાહ અને તા.૧૧ ના સવારે ૮.૪૫  કલાકે શ્રીરામરાજયાભિષેકનો પ્રસંગ ઉજવાશે. વ્યાસપીઠ પરથી વિદ્વાન શાસ્ત્રી રામાયણી ચિત્રકુટવાળા શ્રી પ્રભુદાસજી અગ્નિહોત્રીજી બીરાજી મધુર વાણીનો લાભ આપશે. તા. ૧૧ ના શુક્રવારે લઘુરામયજ્ઞ સાથે નવાહ પાઠની પુર્ણાહુતી કરાશે. પાઠ દરમિયાન દરરોજ સવારે ૭ થી ૮ બાલભોગ દર્શન, બપોરે ૧ થી ર ભંડારા દર્શન અને રાત્રે ૮ સંત ભગવાનનું બ્યાવરૂ ભોજનની વ્યવસ્થા કરાઇ છે.

(4:30 PM IST)