News of Wednesday, 25th September 2024
કાળીપાટ ગામ પાસેથી રૂ.૪૮ હજારના દારૂ ભરેલી કાર સાથે પ્રકાશ ઉર્ફે પલુ પકડાયો
પી.સી.બી.ના ઍ.ઍસ.આઇ મયુરભાઇ, હેડકોન્સ. કિરતસિંહ અને કોન્સ. હિરેનભાઇની બાતમીઃ મોટી માત્રાના ઇશ્વર ઉર્ફે ઇશાની શોધખોળ

રાજકોટ તાફ ૨૫ : ભાવનગર રોડ પર કાળીપાટ ગામ પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે રૂ. ૪૮ હજારના દારૂ ભરેલી કાર સાથે જસદણના નાની લાખાવડના શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કાળીપાટ પાસે દારૂનો જથ્થો ભરેલી કારપસાર થવાની હોવાની પીસીબીના ઍ.ઍસ.આઇ. મયુરભાઇ , હેડકોન્સ કિરતસિંહ તથા કોન્સ હિરેનભાઇ ને બાતમી મળતા સ્ટાફ સાથે કાળીપાટ કોન્સ હિરેનભાઇને બાતમી મળતા સ્ટાફ સાથે કાળીપાટ ગામ પાસેથી જી.જે. ૧૦-સીજી ૩૪૯૪ નંબરની સ્વીફટકારને રોકી તલાશી લેતા રૂ. ૪૮૦૦૦ની કિંમતની દારૂની ૪૮૦ બોટલ મળી આવતા ચાલક પ્રકાશ ઉર્ફે પલુ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.વ. ૨૮) (રહે. નાની લાખાવડ તા. જસદણ) ને પકડી તપાસ હાથધરી હતી પુછપરછ દરમ્યાન વીછીયાના મોટા માત્રા ગામના ઇશ્વર ઉર્ફે ઇશો બાવળીયાનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરી હતી. આ કામગીરી પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ.ઍમ.આર. ગોîડલીયા તથા પી.ઍસ.આઇ.ઍમ.જે હુણ પી.બી.ત્રાજીયા
ઍ.ઍસ.આઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ મહિપાલસિંહ ઝાલા, હેડ કોન્સ, િઁકરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ વિરેન્દ્રભાઇ જાડેજા રાહુલગીરી ગોસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા ઘનશ્યામસિંહ ચોહાણ કોન્સ, હિરેનભાઇ સોલંકી , વાલજીભાઇ જાડા,નગીનભાઇ ડાંગર, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી.
(4:16 PM IST)










