<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

BSNL-MTNL ના યુનિયનો દ્વારા પેન્‍શન રિવીઝન મામલે રાજયના સાંસદોને આવેદનો અપાયા

હવે ૧ર નવેમ્‍બરે દિલ્‍હી ખાતે ધરણાઃ મનુભાઇ ચનિયારા દ્વારા માર્ગદર્શન

રાજકોટ તા. રપઃ BSNL-MTNL પેન્‍શન રિવિઝનના ૦૧-૦૧-ર૦૧૭ થી બાકી રહેલ પેન્‍શન રિવિઝન ૩જી પીઆરસી મુજબ ૧પ% ફિટમેન્‍ટ સાથે વેતન સુધારણાથી અલગ કરીને લાગુ કરવું. કેન્‍દ્ર સરકારની બીજી મુદત પુરી થવા છતાં અને ૧૦ વર્ષમાં માત્ર ત્રણ સંચારમંત્રીશ્રી આ નીતિ વિષયક પ્રશ્‍ન હલ કરી શકેલ નથી. બીજા તબકકા પછી દેશભરની જેમ ગુજરાતમાં પણ જોઇન્‍ટ ફોરમ BSNL MTNL CHQ દ્વારા નકકી થયા મુજબ આગેવાનોની હાજરીમાં સંચારમંત્રીશ્રી અને DOT સેક્રેટરીશ્રીને મોકલવા આવેદનપત્ર આપેલ તે આવેદનપત્ર દેશ ભરના દરેક રાજયોની જેમ ગુજરાતમાં પણ દરેક જીલ્લામાં સાંસદ સભ્‍યોને કેન્‍દ્ર સરકારને મોકલવા આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું.

હવે પછી ૧ર.૧૧.ર૦ર૪ના રોજ જંતર-મંતર નવી દિલ્‍હી ખાતે એક દિવસીય ધરણા યોજાશે અને NCCPA નેશનલ કોર્ડીનેશન કમિટી ઓફ પેન્‍શનર્સ એસોસીએશન દ્વારા પણ તા. ૧૩.૧૧.ર૦ર૪ના જંતર-મંતર નવી દિલ્‍હી ખાતે એક દિવસીય ધરણા યોજવા અંગે સર્કલ સેક્રેટરી અને સેન્‍ટ્રલ હેડ કવાર્ટરના વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી મનુભાઇ ચનિયારાએ જાણકારી આપેલ અને દિલ્‍હીનો કાર્યક્રમ સફળ બનાવવા અપીલ કરેલ હતી

(4:19 PM IST)