News of Wednesday, 25th September 2024
રાજકોટ શહેર પોલીસ કોન્સ્ટેબલ કે.જે.રાઠોડની ગ્લોબલ વોર્મિંગના સંદેશા સાથે દિલ્હી સુધીની સાયકલ યાત્રા

રાજકોટઃ: શહેર પોલીસના કોન્સ્ટેબલ કે.જે.રાઠોડ સાયકલીંગ ગ્લોબલ વોર્મિંગ અટકે એ માટે લોકોએ જાગૃત થવુ જોઈએ તેવા સંદેશા સાથે પોરબંદર કીર્તિ મંદિરથી સાયકલ યાત્રાએ નીકળ્યા છે. તેઓ સાયકલિંગ કરી દિલ્હી પહોંચશે. આજે તેઓ રવાના થતા બીજી ઓક્ટોબર ગાંધી જયંતિને દિવસે નવી દિલ્હી રાજઘાટ ખાતે પહોચશે.
પોતાની સાઇકલમાં ગ્લોબલ વોર્મિંગ વિશે બેનર્સ લગાવી લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ કરી રહેલા આ પોલીસમેનની ધગશ અને પ્રયાસને સમગ્ર પોલીસબેડાએ બિરદાવ્યા છે.પોલીસ હેડ કવાર્ટર ખાતે એસીપી પઠાણ સહિતના અધિકારીએ ફ્લેગ ઓફ કરી તેમને શુભયાત્રા માટે શુભેચ્છાઓ આપી હતી.
(5:43 PM IST)










