News of Friday, 27th September 2024
ખેલૈયાઓની ફર્સ્ટ ચોઇસ બનતુ સહિયર રાસોત્સવ, તૈયારીઓ પૂર જોશમાં
પરફેકટ પ્લાન આઉટ સામે ખેલૈયાઓ, પ્રેક્ષકોને એન્ટ્રી અને એકઝીટ ગેટ, સીસીટીવી, ફાયરસેફટીની સુવિધાઃ સુરેન્દ્રસિંહ વાળા

રાજકોટઃ અનુભવથી મોટો શિક્ષક કોઈ નથી કદાજ એટલે જ સહિયરને ૨૩ વર્ષના આયોજનના બહોળા અનુભવનો લાભ મળે એ નિશ્ચિત છે. સહિયરના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા વર્ષોના અનુભવ સાથે તમામ આયોજક ટિમ સાથે આયોજન ની તૈયારીઓ નો આરંભ કરી ચુક્યા છે.
સૌપ્રથમ વ્યવસ્થા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર શરૂ કરવામાં આવી છે પરફેક્ટ પ્લાન આઉટ સામે ખેલૈયા -પ્રેક્ષકોના એન્ટ્રી અને એકઝિટ ગેટ ઉપરાંત સીસીટીવી કેમેરા,ફાયર સેફટી,ની વ્યવસ્થા માટે પણ સતર્કતા રાખવામાં આવી રહી છે.
ગેટથી શરૂ કરી ગ્રાઉન્ડ ના તમામ ખૂણે સજ્જડ સુરક્ષાની ગોઠવણી દર વર્ષે કરવામાં આવે છે જેથી પરિવારની બહેન દીકરીઓ નિશ્ચિત થઇ ગરબા રમી શકે.
આયોજન વ્યવસાયિક કરતા પારિવારિક બને છે એટલે જ સહિયર માં લોકો પરિવાર સાથે આવે છે એટલેજ સહિયર ખેલૈયાઓની ‘પ્રથમ પસંદગી' બને છે. સહિયર રાસોત્સવના સૌથી મહત્વના પાસા રૂપે ગુજરાતના બેસ્ટ રિધમીસ્ટની પસંદગી કરવામાં આવી છે આંતરાષ્ટ્રીય કલાકાર હિતેશ ઢાંકેચાના તાલે ખેલૈયાઓ જુમી ઉઠશે.
રાજકોટની જનતાને પહેલીવાર વંદે માતરમ ,છલડો ,કચ્છી જેવી રિધમ પેટર્નનું મર્જર કરી હિતેષભાઇ ઢાકેચા રિધમ ક્ષેત્રે નંબર વન ગણાય છે સાથે સંગીત સંચાલન કરતા યુવા સંગીત નિયોજક રવિ ઢાંકેચા ,રવિ ભટ્ટ ,સાગર માંડલિયા પૂરજોસ થી તૈયારી કરી રહ્યા છે સમગ્ર સંગીત સંચાલન તેજસ શીશાંગીયા નું સંગીત ગ્રુપ જીલ એન્ટરટેન્ટમેન્ટ દ્વારા થઇ રહ્યું છે.
ગુજરાતના શ્રેષ્ઠ ગાયકોની પહેલી પસંદ હંમેશા ગણેશ સાઉન્ડ રહ્યું છે સાઉન્ડ એન્જીનીયર તરીકે વિદેશમાં અભ્યાસ કરી ચૂકેલા રોહિત વડોદરિયા સાઉન્ડ સંચાલન કરશે.
આયોજનને સફળ બનાવવા ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા તથા ઓર્ગેનાઈઝર ટીમ ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા , ક્રિષ્નપાલસિંહ વાળા, ધૈર્ય પારેખ, પ્રકાશ કણસાગરા , સમ્રાટ ઉદેશી, ક્રુણાલ મણિયાર, પિયુશ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, જગદીશ દેસાઈ, કરણ આડતીયા, દિવ્યરાજસિંહ જાડેજા, અભિષેક અઢિયા, પ્રતિક જટાણીયા, હિરેન ચંદારાણા, દિપકસિંહ જાડેજા, વિકી ઝાલા, રૂપેશ દત્તાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા, શૈલેષ ખખ્ખર, યુવરાજસિંહ ચુડાસમા, વજુભાઈ ઠુમ્મર, જયદીપ રેણુકા, ભરત વ્યાસ, નીરવ પોપટ, ધવલ નથવાણી, નિલેશ ચિત્રોડા, અનીશ સોની, રાજેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેશ રામાણી, એહમદ સાંધ, મીત વેડિયા, નિલેશ તુરખિયા, મનસુખ ડોડિયા, સુનિલ પટેલ, શૈલેષ પંડ્યા, અભિષેક શુકલા જહેમત ઉઠાવી રહ્યા છે. (૨૨.૨૮)
સહિયરના સીઝન પાસ
માટે બુકિંગ સંપર્ક
૩૧૨-સિલ્વર ચેમ્બર,
અતુલ મોટર્સ સામે,
ટાગોર રોડ, રાજકોટ
સંપર્કઃ ૮૯૮૦૦ ૨૧૩૨૧
(2:27 PM IST)










