<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

એપ્રીલ-ર૩થી માર્ચ ર૦ર૪ એક વર્ષમાં રપ૩ કરોડની

વીજચોરી ઝડપી લેવાઇઃ આ વર્ષના પ મહિનામાં ૬૭ કરોડ એક વર્ષમાં પ લાખ કનેકશન ચેક કરાયાઃ ૮૧ હજાર કનેકશનમાં વીજ ચોરી નીકળી પડી

રાજકોટ તા. ર૭: વીજ તંત્રે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍)છમાં સપાટો બોલાવી એપ્રીલ-ર૦ર૩ થી માર્ચ-ર૦ર૪ સુધીમાં એક વર્ષમાં ૧ર ક્ષેત્રોમાંથી રપ૩ કરોડથી વધુની વીજ ચોરી ઝડપી લઇ સંખ્‍યાબંધ કનેકશનો કાપી નાંખ્‍યા હતા, તથા મીટરોના પડીકા વાળી લેવાયા હતા, આકરી વસૂલાત પણ કરી લેવાયાનું સુત્રોએ ઉમેર્યું હતું.

એક વર્ષમાં સૌથી વધુ સુરેન્‍દ્રનગર પંથકમાં ૩૩ કરોડની તો સૌથી ઓછી-પોરબંદર સર્કલમાં ૮ કરોડની વીજ ચોરી ઝડપાઇ હતી, રાજકોટ શહેરમાં ૧૬ કરોડ, રાજકોટ ગ્રામ્‍યમાં ર૩ કરોડથી વધુના બીલો ફટકારાયા હતા.

એક વર્ષમાં કુલ પ લાખ કનેકશનો ચેક કરાયા, તેમાં ૮૧ હજાર કનેકશનમાં વીજચોરી ઝડપાઇ હતી, સર્કલ વાઇઝ જોઇએ તો મોરબી-૧પ કરોડ, જામનગર-૩ર કરોડ, ભૂજ-૧૩ કરોડ, અંજાર-૩પ કરોડ, જુનાગઢ ૧૪ કરોડ ૭ર લાખ, અમરેલી ૧૨પ કરોડ, બોટાદ-૧૪ કરોડ, ભાવનગર ક્ષેત્રમાં ૩૦ કરોડની વીજ ચોરી ઝડપાઇ છે.

ત્‍યારબાદ એપ્રીલ-ર૪ થી ઓગસ્‍ટ-ર૪ એટલે કે પ મહિનામાં ૬૭ કરોડની વીજ ચોરી ઝડપાઇ છે, આ દરમિયાન ૧ લાખ ૧૩ હજાર કનેકશન ચેક કરતા, ૧૩૬૩૬ કનેકશનમાં વીજ ચોરી ઝડપાઇ હતી. જેમાં સૌથી વધુ અંજાર ક્ષેત્રમાં ૯ કરોડ ૭ર લાખ તથા સૌથી ઓછી બોટાદ સર્કલમાં ર કરોડ ૯૪ લાખની વીજ ચોરી ઝડપાઇ છે.

(4:54 PM IST)