તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Friday, 27th September 2024
વર્લ્ડ હાર્ટ ડેઃ વોકહાર્ટ હોસ્પિટલ, ડોકટર્સનું પેનલ ડિસ્કશન

રાજકોટઃ ૨૯ સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં ‘‘વર્લ્ડ હાર્ટ ડે''ની ઉજવણી કરવામાં આવે છે. マદયએ માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિનું મળત્યુ થાય છે. આજના સમયમાં ખરાબ દિનચર્યા અને સતત નવા પ્રકારના રોગોને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે હૃદયને પણ ઘણું સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે ‘‘વર્લ્ડ હાર્ટ ડે'' ઉજવવામાં આવે છે. ડોક્ટરોના મતે, દરેક વ્યક્તિએ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કરવી જોઈએ. તેમજ તેલયુક્ત અને ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અયોગ્ય આહારની સાથે ધૂમ્રપાનના વધતા જતા કેસો હૃદય સંબંધિત રોગોને જન્મ આપી રહ્યા છે. જે અંગે વધુ માહિતી આપવા માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર્સનું એક પેનલ ડિસ્કશન યોજાયું હતું, જેમાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતેના પ્રતિષ્ઠિત કાર્ડિયાક કન્સલ્ટન્ટ્સ- ડો. ધર્મેશ સોલંકી, ડો. જયદીપ દેસાઈ, ડો.કપિલ વિરપરિયા, ડો. અભિષેક રાવલ, ડો. વર્ષિત હાથી, ડો. ચિંતન મહેતા, કાર્ડિયો વાસ્કયુલર થોરાસિક અને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન વગેરે એ હૃદયના સ્વાસ્થ્ય વિશે મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી, જેમાં હૃદયરોગના હુમલાની સાવચેતી, લક્ષણોને ઓળખવા અને હૃદયરોગના હુમલાના જોખમને માપવા, અને કોને એન્જિયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટીની જરૂર પડી શકે છે તે સમજવા જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નવા લોગોનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
(3:35 PM IST)










