<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

આવાસ-આરોગ્‍ય-અન્‍ન અને આવક આ ચાર સ્‍તંભ પર ગરીબોની ઇમારત રચી છેઃ ભૂપેન્‍દ્રભાઇ પટેલ

મનપા દ્વારા ગરીબ કલ્‍યાણ મેળો યોજાયોઃ મુખ્‍યમંત્રી વર્ચ્‍યુઅલી જોડાયા : આ મેળામાંકુલ ૪૨,૨૪૬ લાભાર્થીઓને રૂા. ૮૮.૪ કરોડની સહાય, કીટ વિતરણ: કેન્‍દ્ર અને રાજ્‍યની સરકાર સતત નાનામાં નાના માણસની ચિંતા કરે છેઃ નયનાબેન પેઢડીયા : સશકત બનાવશેઃ પરસોતમભાઇ રૂપાલા

રાજકોટ,તા. ૨૭: સરકારની અધિસૂચના અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૨૭/૦૯/૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૯ કલાકે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ  ખાતે મહાનગરપાલિકા કક્ષાના ‘ગરીબ કલ્‍યાણ મેળા'નું યોજાયો. આ ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમનું દીપ પ્રાગટ્‍ય રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે કરી શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે. ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ રાજય કક્ષાના ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમ સ્‍થળ બનાસકાંઠાથી સવારે ૧૦ કલાકે વર્ચ્‍યુઅલી જોડાઈ રાજય કક્ષાના ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્‍યું.  

 ભૂપેન્‍દ્રભાઈ પટેલ રાજય કક્ષાના ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમ સ્‍થળ બનાસકાંઠાના કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, સૌ પ્રથમ આજના ‘વિશ્વ પ્રવાસન દિવસ'ની શુભેચ્‍છાઓ પાઠવેલ અને જણાવેલ કે, ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં પ્રવાસીઓની સંખ્‍યામાં ૨૪્રુનો વધારો થયો છે અને ૨૩.૪૩ લાખ વિદેશીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. વિશ્વ નેતા અને યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જયારથી દેશનું સેવા દાયિત્‍વ સંભાળ્‍યું છે ત્‍યારથી દેશમાં ‘ગરીબ કલ્‍યાણ મેળા'નો નવો અધ્‍યાય શરૂ થયો છે. ગરીબોનું સશક્‍તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઊતમ ઉદાહરણ દેશ અને દુનિયાને નરેન્‍દ્રભાઈ મોદીએ પુરૂ પાડ્‍યું છે. ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્‍મનિર્ભર બનાવવા સેવાયજ્ઞ તેમના નેતૃત્‍વમાં દેશભરમાં શક્‍ય થયો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જન ધન યોજના હોય કે સ્‍વનિધિ યોજના થકી ગરીબોનું આર્થિક સશક્‍તિકરણ શ્રી નરેન્‍દ્રભાઈએ કર્યું છે એટલું જ નહી પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના, આયુષ્‍યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી યોજનાઓનો લાભ પહોંચાડી સામાજીક સુરક્ષા વડાપ્રધાનશ્રીએ આપી છે. આવાસ, આરોગ્‍ય, અન્ન અને આવક આ ચાર સ્‍તંભ પર ગરીબોની ઈમારત રચી છે. જેના પરિણામે દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્‍યા છે. માન.વડાપ્રધાનશ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ અને છેવાડાનો માણસ મુખ્‍ય પ્રવાહમાં કેવી રીતે આવે તેના માટે પ્રયત્‍ન કર્યો છે. સરકારી યોજના કોઇપણ બની હોય એના કેન્‍દ્ર સ્‍થાને નાનો માણસ રહ્યો છે. નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્‍પ કર્યો છે. વિકસિત ભારતના નિર્માણ માટે તેમણે જ્ઞાનશક્‍તિ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા, કિશાન અને નારી શક્‍તિના ચાર સ્‍તંભને ખુબ મહત્‍વના ગણાવ્‍યા છે. ગરીબ કલ્‍યાણ માટે મોદીજીની ગેરેંટીને લોકોએ વિશ્વાસ મુકીને એમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્‍વ સોપ્‍યું છે. આજથી રાજયભરમાં ૧૪ તબક્કાના ‘ગરીબ કલ્‍યાણ મેળા'નું આરંભ કરી રહ્યા છીએ. રાજયભરના ૧૧૦૦૦થી વધુ લોકોને સાધન સહાય આપવાની મને તક મળી છે. ‘ગરીબ કલ્‍યાણ મેળા' ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે. વડાપ્રધાનશ્રીનું સ્‍પષ્ટ માનવું છે ગરીબને જો યોગ્‍ય સહાય મળે તે ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોને સશક્‍ત બનાવશે.

 અંતમાં તેમણે જણાવેલ કે, આપણા જીવનનો સ્‍વભાવ સ્‍વચ્‍છ બને તેમના માટે મોદીજીએ હર હંમેશ આગ્રહ રાખ્‍યો છે. આપણે ગુજરાતમાં ૩૧ ઓક્‍ટોબર સુધી ‘સ્‍વચ્‍છતા હી સેવા' સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે. આપણે સૌએ ગ્‍લોબલી ગુજરાતને આગળ વધારવું છે. ધંધા રોજગારમાં ખુબ સારી રીતે આપણે આગળ વધ્‍યા છીએ. માન.નરેન્‍દ્રભાઈ મોદી પર્યાવરણની જાળવણી પર ભાર મુક્‍યો છે. આ પર્યાવરણની જાળવણી માટે નરેન્‍દ્રભાઈ મોદીએ ‘એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં વૃક્ષારોપણ ઝુંબેશ યોજવા આહવાન કરેલ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારત ‘ઈઝ ઓફ લિવિંગ' લોકોના રોજિંદા જીવન સરળ બનાવવા પર ખુબ ભાર મુક્‍યો છે.            

આ મહાનગરપાલિકા કક્ષાના ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, ગુજરાત સરકારના એક સંવેદનશીલ કાર્યક્રમ તરીકે ‘ગરીબ કલ્‍યાણ મેળા'નો શુભારંભ રાજય સરકારશ્રી દ્વારા તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૦૯થી કરેલ હતો. અગાઉની સરકારમાં પણ અનેક યોજનાઓ હતી પણ વચ્‍ચે એજન્‍ટોની ટોળી ઉભી થઈ ગઈ હતી આવું એ સમયના મુખ્‍યમંત્રી સાહેબના ધ્‍યાને આવતા તેમણે એજન્‍ટોની ટોળકીને નાબુદ કરી સીધો લાભાર્થીને લાભ મળે તેવું આયોજન કર્યું.  જે બદલ સમગ્ર રાજકોટ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન પાઠવ્‍યા છું.

આ ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, રાજય યોજનાઓના લાભ/સહાય/કીટ લાભાર્થીઓને સરળતાથી અને એક જ સ્‍થળેથી આપવા રાજય સરકારશ્રી દ્વારા તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘ગરીબ કલ્‍યાણ મેળા' દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભથી લાભાર્થી વંચિત ન રહે તે હેતુસર આજ રોજ રાજય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતના જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા સહિત કુલ-૩૩ સ્‍થળોએ એક સાથે ‘ગરીબ કલ્‍યાણ મેળા'નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્‍તારના લાભાર્થીઓને લાભ આપવા મહાનગરપાલિકા કક્ષાના ‘ગરીબ કલ્‍યાણ મેળા'નું આયોજન કરેલ છે. સરકાર આપણા દ્વારે આવી છે ત્‍યારે સરકારશ્રીના જુદા જુદા વિભાગોની ૨૧ યોજનાઓના કુલ-૧૬૨૨ જેટલા લાભાર્થીઓને રૂ.૨.૫૭ કરોડની સહાય/કીટ/લાભ પ્રાપ્ત થનાર છે.

કાર્યક્રમનું દીપ પ્રાગટ્‍ય સાંસદ પરસોતમભાઈ રૂપાલા તથા મંચ પર ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવેલ તેમજ સ્‍વાગત પ્રવચન સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવેલ. મંચ પરના મહાનુભાવોનું પુષ્‍પ અને ખાદીના રૂમાલ દ્વારા સ્‍વાગત શિશુ કલ્‍યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા અને સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવેલ. રાજય કક્ષાના ઙ્કગરીબ કલ્‍યાણ મેળાઙ્ઘ કાર્યક્રમ પૂર્ણાહુતિ બાદ મંચ પર ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને ટોકન સ્‍વરૂપે સહાય/લાભ/કીટનું વિતરણ કરવામાં આવ્‍યું અને બાકીના લાભાર્થીઓને જે તે વિભાગના સ્‍ટોલ ખાતેથી સહાય/લાભ/કીટનું વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

કાર્યક્રમના અંતે શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ ‘ગરીબ કલ્‍યાણ મેળા' કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેશભાઈ જલુ, માધ્‍યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરીયા, કોર્પોરેટર પરેશ આર.પીપળીયા, રૂચિતાબેન જોશી, વિનુભાઈ સોરઠીયા, મંજુબેન કુગસીયા, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરે, સી.કે.નંદાણી, એચ.આર.પટેલ, સિટી એન્‍જીિનયર પી.ડી.અઢીયા, બી.ડી.જીવાણી, આસી.કમિશનર સમીર ધડુક, આસી.કમિશનર બી.એલ.કાથરોટીયા, દિપેન ડોડીયા, આરોગ્‍ય અધિકારી ડો.જયેશ વંકાણી, આર.સી.એચ.ઓ. ડો.લલિત વાંજા, સેક્રેટરી એચ.પી.રૂપારેલીઆ, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ઘોણીયા, કૌશિક ઉનાવા, મયુર ખીમસુરીયા, રાજકોટ મહાનગરપાલિકાના તથા સરકારશ્રીની વિવિધ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ અને ‘ગરીબ કલ્‍યાણ મેળા'ના બહોળી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહેલ હતા.

(3:40 PM IST)