News of Friday, 27th September 2024
આજીએ કર્યા રાજીઃ એક માસમાં બીજી વખત છલકાયો

રાજકોટ : છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. ગત રાત્રીનાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના જીવાદોરી સમા અને ઉપરવાસમાં પણ વરસાદના કારણે આજી ડેમ-૧ માં ૦.૧૦ ફુટ નવા નીરની આવક થતા આજે વ્હેલી સવારે ૬.૩૦ કલાકે ફરી આજી-૧ ડેમ ૧ ઇંચની સપાટીએ ઓવરફલો થયો હતો. આમ આજી-૧ ડેમ એક માસમાં બીજી વખત છલકાતાઓ શહેરીજનોમાં હર્ષનો માહોલ છવાયો હતો. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:59 PM IST)










