<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

રાજકોટમાં દાહોદની ઘટનાના વિરોધમાં એન.એસ.યુ.આઇ. દ્વારા રસ્‍તા રોકોઃ કડક પગલાની માંગ

રાજકોટઃ દાહોદની ઘટનાના વિરોધમાં આજે એનએસયુઆઇ દ્વારા રાજકોટમાં રસ્‍તા રોકો આંદોલન કરવામાં આવ્‍યું હતું. એનએસયુઆઇની એક યાદીમાં જણાવાયુ છે કે, સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્‍યા તથા રાજયમાં શૈક્ષણિક કેમ્‍પસમાં દિકરી પરના અત્‍યાચાર અંગે ભાજપ સરકાર કયારે સઘન પગલા ભરશે? સમગ્ર ગુજરાત રાજયમાં વધતા જતા માસુમ દિકરીઓ પરના દુષ્‍કર્મ અને જાતીય સતામણીના વધતા કિસ્‍સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્‍યાસ કરવા મોકલે છે ત્‍યારે તેની સાથે જયારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ  બને ત્‍યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતી માટે ગંભીર પગલા ભરવાનો સમય પાકી ગયો છે.

ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલા ભરવા જોઇએ અને સમગ્ર કેસ ફાસ્‍ટ-ટ્રેકમાં ચલાવવામાં આવે તેવી ગુજરાત એનએસયુઆઇની માંગ છે. આજે એનએસયુઆઇના પ્રમુખ રીયાઝ સુમરાના નેતૃત્‍વમાં રસ્‍તારોકો આંદોલન કર્યું હતું. તે સમયની તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:25 PM IST)