<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

નવરાત્રીમાં ‘અકિલા રઘુવંશી બીટસ'માં રમવા ખેલૈયાઓ સજ્જ

ગાયકો જીજ્ઞેશ સોની, નીતીન ગઢવી, દિપ્‍તી બાલસરા, મેહુલ શીશાંગીયા, એન્‍કર કાજલ કિશોર કલાના કામણ પાથરશેઃ ખેલૈયાઓને ફોર્મ ભરી પાસ મેળવી લેવા રઘુકુળ યુવા ગ્રુપની અપિલ

રાજકોટઃ આસોની અંજવાણી, માડી તારા મંદિરયામાં, હે કાના હું તને ચાહું. જલા નજર નાખતા જન્‍મે. સાયબો રે ગોવાળિયો, હું કાગળિયા લખી લખી થાકી, હેલો મારો સાંભળો રણુજાના રાજા, કાનજી તારી માં કેશે, સોના નો ગરબો શિરે, તરણેતર નો મેળે ગઈ તી, રમતો ભમતો સહીતના ગીતો પર ‘અકિલા રઘુવંશી બીટસ'માં ખેલૈયાઓને આનંદ કરશે.

કલાકારો, સીંગર જીગ્નેશ સોની, નિતીન ગઢવી, દિપ્તી બાલાસરા, મેહુલ શીશાંગીયા અને જીલ એન્‍ટરટેઈનમેન્‍ટના, સંકલન સુનીલ પટેલ, તાલ પ્રદીપ પઢીયાર તથા સાથી ટીમ ઓરકેસ્‍ટ્રા સાથે ધુમ મચાવશે. દરરોજ હજારો ખેલૈયાઓ ઝુમશે. ગ્રાઉન્‍ડમાં બેઠક વ્‍યવસ્‍થા તેમજ દરેક વિસ્‍તાને નાઇટ વીઝન સીસીટીવીથી આવરી લેવામાં આવશે.

સર્વ જ્ઞાતિના બહેનો, દંપતિઓ માટે યોજાનાર આ મહોત્‍સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્‍થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક માહોલમાં ઝુમશે. સિઝન પાસ લેનારને રીલાયન્‍સ ટ્રેન્‍ડસનું કેશ વાઉચર ફ્રિ આપવામાં આવશે.

રઘુવંશી રાસોત્‍સવમાં ક્રિષ્‍ના સાઉન્‍ડના નીરજભાઈ આહીરની અત્‍યાધુનીક ૧ લાખ વોલ્‍ટની ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ્‍સ રાખવામા વોર્ટેક સ્‍પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઇંગ સીસ્‍ટમ્‍સ મોહીતભાઈ ખાખરીયાના પાવતી ટ્રસની રોશનીથી  ગ્રાઉન્‍ડ ઝળહળી ઉઠશે. ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પૂરું પાડશે.

શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્‍તા, નિરવભાઈ પાંઉં, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે. ફોર્મ જમા કરાવવા માટે મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો.

પાસ માટેના ફોર્મ (૧) જાનકી પ્રોપોર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) લાલી શીપ એન્‍ડ સ્‍માઈલ સોડાશોપ, રાજપેલેસ, સાધુ વાસવાણી રોડ, (૪) શ્રી ગણેશ આરો સીસ્‍ટમ, શિવમ પાર્ક-૧, અમળતા હોસ્‍પિટલ પાછળ, રૈયા ચોકડી (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ (૬) ભારત ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ પાસે (૭) જલારામ ફેમીલી શોપ, ગેલેકસી મંડપની બાજુમાં, પાટીદાર ચોક (૮) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૯) જલારામ પ્રાર્થના મંદીર, ભીલવાસ ચોક (૧૦) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૧) રાધે કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) ગણેશ સોડા શોપ, જીનેસીસ હોસ્‍પીટલ પાસે, બાપા સીતારામ ચોક, રૈયા રોડ (૧૪) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧૫) એકતા ઙ્કકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૬) કે.ડી. ડાન્‍સ એકેડમી, ૯- જંકશન પ્‍લોટ, (૧૭) એલીઝા બ્‍યુટી સલુન, સવન સર્વેશ કોમર્શીયલ, રૈયા રોડ (૧૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ (૧૯) અંબીકા જનરલ સ્‍ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ, (૨૦) ઉમાવંશી દાબેલી,ગુણાતીતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્‍જ પાછળ (૨૧) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૨૨) દર્પણ મેચીંગ સેન્‍ટર, પંચાયત ચોક (૨૩) નુપુર શુંગાર, મીલપરા મેઈન રોડ, આદશં મંડપ સામે, જોકર ગાંઠીયા પાસે, (૨૪) એચ.ડી.કલોથીગ યુનીક આર્કેડ, મીના બેન્‍કવેટ હોલ, આલાપ એવન્‍યુની સામે, પુષ્‍કરધામ મેઈન રોડ, જે.કે. ચોક, (૨૫) ઝેપ કોમ્‍પ્‍યુટર્સ, શોપ નં. ૯, જે.પી. ટાવર, ટાગોર રોડ, રાજકોટ ખાતેથી મળશે. ફોર્મ માટે મો.૯૫૭૪૩ ૩૯૩૩૯, મો.નં. ૮૭૫૮૫ ૮૫૮૪૮. અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪ૅ નું મુખ્‍ય કાર્યાલય જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે, રાજકોટ મો. ૯૩૨૭૭૦૬૭૦૭.

(4:26 PM IST)