<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

અટલ સરોવર પાસે કાર પર કેક કટીંગ, ફટાકડા ફોડી જાહેરમાં બર્થડે ઉજવવો મોંઘો પડયોઃ ૭ શખ્‍સો સામે ગુનોઃ પાંચની ધરપકડ

રાજકોટ તા. ૨૬: શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર અટલ સરોવર પાસે જાહેર રોડ પર બીજા લોકોએ અડચણ ઉભી  થાય એ રીતે કાર ઉભી રાખી તેના પર કેક કટીંગ કરી તેમજ જાહેરમાં ફટાકડા ફોડી સાતેક શખ્‍સોએ લોકોની માનવ જિંદગી જોખમાય તેવુ કૃત્‍ય કર્યુ હતું. આ બનાવનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં તપાસ શરૂ થઇ હતી. દરમિયાન આ શખસો ઓળખા જતાં હેડકોન્‍સ. ક્રિપાલસિંહ ઝાલાની ફરિયાદ પરથી ૭ શખ્‍સો દિગ્‍પાલસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ ભરતસિંહ વાઘેલા, હેતાંક્ષ અનિલભાઇ વાઘેલા, રાજવીરસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા, યશ પરેશભાઇ ગજ્જર, સાહિલ સલિમભાઇ સાંધ અને રાજન ભીમાભાઇ બાંભવા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૨૮૫, ૨૮૮ મુજબ ગુનો નોંધી પાંચની અટકાયત કરી કાર ડિટેઇન કરવા તજવીજ કરવામાં આવી હતી.

(4:28 PM IST)