<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

બાયોમેડિકલ વેસ્‍ટ ટીપરવાનમાં નાખવા બદલ હોસ્‍પિટલો સામે મનપા લાલધુમ

જલારામ રઘુકુળ હોસ્‍પિટલને ૧૦ હજારનો દંડઃ ઇન્‍જેકશન, સિરીન, નીડલ વગેરે કોઇ પણ જગ્‍યાએ ન ફેકવા તંત્રની તાકીદ

રાજકોટ,તા. ૨૭:  મનપા દ્વારા બાયો મેડિકલ વેસ્‍ટ ટીપરવાનમાં નાંખવા બદલ જલારામ રઘુકુળ હોસ્‍પિટલ પાસેથી રૂા. ૧૦૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ પંચવટી સોસાયટી ખાતે આવેલ જલારામ રઘુકુળ હોસ્‍પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્‍ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા હોસ્‍પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

તા.૨૬ના રોજ જલારામ રઘુકુળ હોસ્‍પિટલ દ્વારા ઈન્‍જેકશન,ᅠસિરીન,ᅠનીડલ જેવો બાયો મેડીકલ વેસ્‍ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા દ્વારા રૂ.૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

ઉપરોક્‍ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ. જીંજાળા ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૮ના સેનીટરી ઇન્‍સ્‍પેકટર નિલેશ ડાભી દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્‍પિટલ,ᅠદવાખાનાઓ તથા ક્‍લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્‍ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્‍ય જગ્‍યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્‍ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્‍સીᅠDistromed Bio-Clean  Pvt. Ltd. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.

(4:29 PM IST)