<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

વીજ તંત્ર દ્વારા વિજીલન્‍સ કામગીરી વધુ આક્રમક બનાવવા ખાસ સેમીનારઃ હાઇલોસવાળા વિસ્‍તારોમાં હવે તંત્ર તૂટી પડશે

કાનૂની પાસાઓ પણ વિચારાયાઃ મેડમ પ્રિતિ શર્મા ત્‍થા અન્‍યો દ્વારા પ્રશસ્‍તિ પત્ર અપાયા

રાજકોટ તા. ર૭ :.. પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં વિજીલન્‍સ કામગીરી સુદ્રઢ કરવા તથા ડીવીઝનની કામગીરીઓમાં સુધારો કરી થતી નુકશાની  દુર કરવા બાબતે એક દિવસના સેમીનારનું આયોજન પીજીવીસીએલના   મેનેજીંગ ડાયરેક્‍ટરના માર્ગદર્શન હેઠળ નિયમિત કચેરી, ખાતે આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના તમામ સર્કલના વિજીલન્‍સ વિભાગના તેમજ ચેકીંગ ટૂકડીઓના તમામ અધિકારીઓ હાજર રહેલ.

આ સેમિનારમાં આગામી સમયમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના વિસ્‍તારોમાં વિજીલન્‍સ કામગીરીઓ વધુ સુદ્રઢ રીતે કરવા માટે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવેલ. ખાસ કરીને હાઈલોસ વાળા વિસ્‍તારો-ગામોમાં તથા કોમર્શીયલ / ઇન્‍ડસ્‍ટ્રીયલ વીજ જોડાણોમાં વધુમાં વધુ વીજ ચોરી ઝડપવા માટે નક્કી કરવામાં આવેલ.

સેમિનાર દરમ્‍યાન વિવિધ વિષયો જેમકે ફીડરમાં વધુ લોસીસ હોય તેમાં કઈ રીતે ઘટાડો કરી શકાય?, લોસીસ ઘટાડવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે માટે શું કરી શકાય વગેરે પર ચર્ચા-વિચારણા કરવામાં આવેલ અને તેનું પ્રેઝન્‍ટેશન હાજર રહેલ અધિકારીઓ સમક્ષ રાખવામાં આવેલ. વિશેષમાં પેનલ એડવોકેટ શ્રી જે.એમ.મગદાણી તેમજ લીગલ વિભાગનો બહોળો અનુભવ ધરાવતા શ્રી આર.વી.નિમાવત દ્વારા સ્‍થાપન ચકાસણી પ્રવળત્તિ સાથે સંકળાયેલા કાનૂની પાસાઓ અંગે વિશદ ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું.

આ એક દિવસીય વર્કશોપમાં મેનેજીંગ ડાયરેકટર પ્રીતિ શર્મા, મુખ્‍ય ઇજનેર (ટેકનીકલ) પી. જે. મહેતા, અધિક્ષક ઇજનેર યુ. જી. વસાવા, જે. એ. ગોસાઇ તેમજ જે. બી. ઉપાધ્‍યાય દ્વારા ઉપસ્‍થિત રહી યોગ્‍ય માર્ગદર્શન તેમજ પ્રશસ્‍તિપત્ર આપી પ્રોત્‍સાહીત કરવામાં આવેલ હતાં.

(4:33 PM IST)