News of Friday, 27th September 2024
હવામાન વિભાગ દ્વારા વરસાદની તાજી આગાહી : આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને અમુક પંથકોમાં ભારે વરસાદની સંભાવના
તા. 29 ના રોજ પણ હળવાથી મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં થઈ શકે : તા. 30 થી 2 ઓક્ટોબર સુધી શુષ્ક હવામાનની સંભાવના

રાજકોટ : રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ તારીખ ૨૮ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે.
જ્યારે તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે. તારીખ ૩૦ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી શુષ્ક હવામાનની સંભાવના રહેશે, તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(8:55 PM IST)










