તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૪, શનિવાર
News of Sunday, 29th September 2024
સરકારી પ્લોટ અપાવવાના નામે નવ લોકો સાથે મનહર ત્રાડા અને તેની પત્ની વિરૂદ્ધ ૫.૨૫ લાખની ઠગાઈની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ: બીજો ગુનો બી ડિવિઝનમાં નોંધાયો, ૫૦ હજારમાં ૧૦૦ વારના પ્લોટના નામે છેતરપીંડી

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર નટરાજનગર આવાસ ક્વાર્ટરમાં રહેતા પદમાબેન શૈલેષભાઈ સોલંકી (ઉ.વ. ૩૬) સહિતની સાથે મનહર રવજીભાઇ ત્રાડા અને તેની પત્ની ખુશ્બુએ સરકારી પ્લોટ આપવાની લાલચ આપી રૂા.૫.૨૫ લાખની છેતરપિંડી કર્યાની ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે પદમાબેને પોલીસને જણાવ્યું છે કે આશરે નવેક માસ પહેલા તેના પરિચિત રૂડાભાઈના ઘરે આવેલા આરોપી દંપતીએ કહ્યું હતું કે, 'અમારી પાસે જેને એક જ બાળક હોય અને તેને સરકાર તરફથી મળતા સાતસો પ્લોટો છે' તે પ્લોટ વોર્ડ વાઇઝ ૩૦ ગરીબ લોકોને આપવા સરકારે જણાવ્યું છે.
“તમારે પ્લોટ જોતો હોય તો એક પ્લોટની કિંમત રૂા. ૩૦ હજાર ભરવા પડશે.' આથી આરોપી મનહરે ફોર્મ આપતા તેણે રૂા. ૬૦ હજાર, દેવા અમરશી મકવાણાએ ૩૦ હજાર, જયેશ હેમુ સોલંકીએ ૬૦ હજાર, વનીતાબેન હેમુભાઈ સોલંકીએ ૬૦ હજાર, ધર્મેશ નારણભાઇ સોલંકીએ ૧.૩૫ લાખ, પ્રવિણ બચુ સોલંકીએ ૬૦ હજાર, હંસાબેન પરસોતમભાઈ સોલંકીએ ૬૦ હજાર, સુરેશ શંભુભાઈ સોલંકીએ ૩૦ હજાર અને જશુબેન કાનાભાઈ સોલંકીના રૂા. ૩૦ હજાર મળી કુલ રૂા.૫.૨૫ લાખ આરોપીને રોકડા આપ્યા હતા. જેની તેણે પહોંચ પણ આપી હતી. તેમજ વીસ દિવસમાં પ્લોટ આપી દઈશ, જો પ્લોટ નહીં મળે તો પૈસા પરત આપીશ તેમ કહ્યું હતું. પરંતુ બહાના બતાવ્યા બાદ આરોપીએ તેને ચેકો આપ્યા હોય તે બાઉન્સ થતાં ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ યુનિવર્સિટી પોલીસે હાથ ધરી છે.
બીજા બનાવમાં નવરતનભાઈ મોતીલાલ હર્ષ ઉ.વ. ૪૫ ધંધો-નોકરી રહે. એલ.પી.પાર્ક શેરી નં-૧ કુવાડવા રોડ મુળ રહે. ૧-શીવતલ્લા શેરી, કોલકતા-૭, પશ્વિમ બંગાળની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે
મનહર રવજીભાઇ ત્રાડા રહે. કાલાવાડ રોડ, મટુકી રેસ્ટોરન્ટની સામે, કદમ હાઇટ્સ, સી-૫૦૩, સામે બી.એન.એસ. કલમ - ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબ ફરિયાદી તથા સાહેદોને રૂ.૫૦,૦૦૦માં ૧૦૦ વારનો પ્લોટ આપવાની લોભામણી લાલચ આપી ફરીયાદી તથા સાહેદોના કુલ રૂપીયા ૫,૩૩,૦૦૦ ઓળવી જઇ કોઇ પ્લોટ ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરવાનો ગુનો દાખલ થયો છે.
(10:18 AM IST)










