તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૪, શનિવાર
નવદીપે સિલ્વર અને સિમરને બ્રોન્ઝ જીત્યો: ભારત 29 મેડલ સાથે 18માં સ્થાને પહોંચ્યું : નવદીપે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં (F41) સિલ્વર મેડલ જીત્યો:ભારતીય દોડવીર સિમરને મહિલાઓની 200 મીટર (T12) ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો . નવદીપે 47.32 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રયાસ સાથે મેડલ જીત્યો12:09 AM IST
અમેરિકાના પર્વતાળ વિસ્તારમાં ગુંજ્યું ‘ઓમ જય જગદીશ હરે ': વિખ્યાત :અમેરિકન ગાયિકાએ ભારતીય પોશાકમાં સજ્જ થઇ ભજન ગાયું: જુઓ વિડિઓ : અમેરિકાની વિખ્યાત ગાયિકા મેરી મિલબેને કેસરી સાડી સાથે ભારતીય ડિઝાઇનના ઘરેણાં પહેર્યાં ; બેકગ્રાઉન્ડમાં દીવડા, ફૂલો અને રંગોની સજાવટ વચ્ચે બહુ જાણીતું ભજન ‘ઓમ જય જગદીશ હરે’ ગાઈને શબ્દો થકી શ્રીકૃષ્ણની આરાધના કરી12:00 AM IST
આપણા જવાનોએ ઈસ્લામ માટે બલિદાન આપ્યું: 25 વર્ષ પછી પાકિસ્તાની સેનાએ કારગિલ યુદ્ધની સત્યતા સ્વીકારી : પાકિસ્તાને પહેલીવાર 1999માં ભારત વિરુદ્ધ કારગિલ યુદ્ધમાં પોતાની સંડોવણી સ્વીકારી છે. પાકિસ્તાની સેનાના વડાએ સંરક્ષણ દિવસ સમારોહમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે તેઓએ યુદ્ધમાં તેમના સૈનિકો ગુમાવ્યા છે.10:35 PM IST
કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવે મચાવ્યો કહેર: ૧૨ જણાના મોત અંગે જીલ્લા પંચાયત સદસ્યએ આરોગ્યતંત્રને કાર્યવાહી કરવા જણાવ્યું :જુઓ વિડીયો : લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં મોત થયા:કચ્છ જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરી.9:32 PM IST
પરિવારની વરિષ્ઠ મહિલાને ૧૮૦૦૦ રૂપિયા, ભૂમિહીનને જમીન, ૨ મફત એલપીજી સિલિન્ડર, ભાજપે જમ્મુ-કાશ્મીર માટે ચૂંટણી પટારો ખોલ્યો : ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો : આ અવસરે ગળહમંત્રી શાહે ઠરાવ પત્રમાં છેલ્લા દસ વર્ષમાં રાજ્ય માટે કરેલા કાર્યોની ગણતરી કરીને મોટા વચનો આપ્યા છે11:20 AM IST
હોંગકોંગ બાદ શક્તિશાળી વાવાઝોડુ 'યાગી ' ચીનના દ્વીપ પ્રાંત હૈનાન પર ત્રાટક્યું :245 કિમી પ્રતિ કલાક ઝડપથી પવન ફૂંકાયો : પડોશી પ્રાંત ગુઆંગડોંગ પ્રાંતમાં જુવેન કાઉન્ટીમાં રાત્રે બીજી વખત લેન્ડફોલ કરશે:હેનાનમાં લગભગ 420,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા : ગુઆંગસીના કિંગઝોઉ શહેરમાં તોફાનને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ જારી9:51 PM IST
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં સર્વે શરૂ થશે : તમામ પાત્ર લાભાર્થીઓને લાભ મળશે : સર્વે પહેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાશે :સર્વેક્ષણ દરમિયાન કોઈ પણ પાત્ર લાભાર્થી બાકી ન રહે તે માટે સંપૂર્ણ કાળજી લેવાશે. સર્વે પહેલા દરેક ગ્રામપંચાયતમાં મીટીંગો યોજીને અને અન્ય માધ્યમથી સામાન્ય જનતામાં તેનો વ્યાપક પ્રચાર કરાશે 10:03 PM IST
મુંબઇના માટુંગા વિસ્તારના પીઆઇ વતી ૧૦ લાખની લાંચ લેતા રાજકોટનાં શખ્સ જયમીન સાવલિયાને રાજકોટના એસીબી મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ગોહિલના સુપરવિઝન હેઠળ જામનગરના પીઆઇ આર એન. વિરાણી દ્વારા ઝડપી લેવાયો છે. : લાંચ લેતા રેસકોર્ષ નજીકના ટી પોસ્ટ પાસેથી પકડવામાં આવેલ :એસીબી વડા શમશેરસિંઘનાં નેતૃત્વમાં વધુ એક મોટી સફળતા મળી10:36 PM IST
બીજેડીને મોટો ફટકો:ઓડિશાના બીજા રાજ્યસભા સાંસદ સુજીત કુમારે પાર્ટી છોડી: ભાજપમાં જોડાયા : રાજ્યસભા સાંસદ અને નેતા સુજીત કુમારે બીજેડી અને તેમની સંસદ સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું:પાર્ટી છોડ્યા બાદ સુજીતે બીજેડી પર પણ જોરદાર પ્રહારો કર્યા: સુજીતકુમારના રાજીનામાં બાદ રાજ્યસભામાં બીજેડીના સભ્યોની સંખ્યા ઘટીને સાત થઈ ગઈ 11:14 PM IST

લાલબાગચા રાજા

મદદગીરી.....

વરસાદની મજા....

પાસિંગ આઉટ પરેડ
અકિલા સોશ્યિલ મીડિયાતરણેતર મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનાં હસ્તે થયું ઉદ્ઘાટન : વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતું મલ્ટીમીડિયા પ્રદર્શન : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢનું આયોજન : સરકારની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે : કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી4:23 PM IST
ગુજરાતમાં ભાજપના ૧૬ લાખ સભ્યો નોંધાયાઃ અભિયાનમાં ગતિ સાથે પ્રગતિ : રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને અમદાવાદ શહેર-જિલ્લા સૌથી આગળ : સૌથી વધુ સદસ્ય બનાવનાર તમામ ટોપ ફાઇવ વિધાનસભા સૌરાષ્ટ્રનીઃ રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્યનો સમાવેશઃ અભિયાનને વધુ વેગ અપાશેઃ ભાજપના સભ્ય બનવા માટે મિસ કોલ જરૂરી મો. ૮૮૦૦૦ ૦૨૦૨૪3:27 PM IST
સુરતના ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ:બેન્કની આસિસ્ટન્ટ મેનેજર મહિલાએ લગાવ્યો આરોપ : હેડ કોન્સ્ટેબલ રણજીત મોરી સામે ઘરમાં ઘૂસ્યાનો આરોપ:મહિલાના કપડાં ફાડીને માર માર્યો હોવાની ફરિયાદ:દુષ્કર્મનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ:કોન્સ્ટેબલના સાળા જયેશ સામે પણ મહિલાને ફોન કરીને રણજીતની વાત માનવાનું કહેવાનો આક્ષેપ4:08 PM IST
નવી યુથ પોલિસી તૈયાર કરવા માંગ12:11 PM IST
તરણેતરનાં લોકમેળામાં "૧૯ મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા"નો શુભારંભ : વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ અપાયા : ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના સહિતના ઉપસ્થિત : વર્ષ ૨૦૦૪થી તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકમેળામાં આ પ્રકારની ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધા યોજવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભ જેવી અનેક યોજના અમલી બનાવી, રમત-ગમત માટે ખાસ બજેટ ફાળવી, દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરાવીને રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું 4:07 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 4.64 કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ : ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળો અર્પણ કર્યો છે3:10 PM IST
એક મહિના પહેલા સુરતમાં પતિને છોડી રાજકોટમાં પ્રેમી સાથે રહેતી અનિતાનું ફાંસાથી મોતઃ પ્રેમીની પુછતાછ : ભગવતીપરામાં પ્રેમી દિપક નેપાળી સાથે રહેતી હતીઃ દિપકની પત્નિ પણ સાથે રહે છેઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ અનિતાના મોતથી એક પુત્રી મા વિહોણીઃ અનિતાએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું પ્રેમીનું કથનઃ કારણ જાણવા તપાસ યથાવત11:06 AM IST
રાજકોટમાં વચેટીયો ૧૦ લાખની લાંચમાં ઝડપાયોઃ લાંચ માંગનાર મુંબઇના પીઆઇને દબોચવા એસીબીની કાર્યવાહી : આઇટી એક્ટ, છેતરપીંડી, બોગસ દસ્તાવેજના ગુનામાં ધરપકડ-હેરાનગતિ નહિ કરવા બદલ લાંચ માંગી'તી પીઆઇ દિગંબર પાગરના રાજકોટ સહિત બીજા શહેરોમાં પણ વચેટીયાઓ હોવાની શક્યતાઃ એસીપીના ઇન્ચાર્જ મદદનીશ કે. એચ. ગોહિલના સુપરવીઝનમાં જામનગર એસીબીનું રાજકોટમાં વધુ એક વખત લાંચનું સફળ છટકુ12:14 PM IST
પ્રતિક્રમણ એટલે પરિભ્રમણને પૂર્ણ વિરામ2:47 PM IST
દિપકભાઇ શેઠની ૧૬ ઉપવાસની તપસ્યા2:48 PM IST
ઉચીત સમીરભાઇ કામદારની અઠ્ઠાઇ તપ આરાધના3:55 PM IST
જળ સંચય માટે બિલ્ડરો આગળ આવે : વધુ ને વધુ ચેક ડેમ બનાવે તો ભવિષ્યમાં પીવાના પાણીની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે : બિલ્ડરો ગામડાઓને દત્તક લઈ વિકાસ માટે ધ્યાન આપે : સી.આર. પાટીલ : પરેશ ગજેરાના અધ્યક્ષપદે પાટીલજીની ઉપસ્થિતિમાં એન્યુઅલ જનરલ મીટીંગ સંપન્ન : બાંધકામ વ્યવસાય અનેક વ્યવસાયના વેપારીઓ, કારીગરો, શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે : પુરૂષોત્તમ રૂપાલા : રાજકોટ બિલ્ડર્સ એસો.ના ચેરમેન પદે અમીત ત્રાંબડીયા અને યુથ વિંગના પ્રમુખ પદે ઋષીત ગોવાણીની વરણી3:04 PM IST
સિવિલ હોસ્પિટલમાં વૃધ્ધાને વોર્ડમાંથી સ્ટ્રેચરમાં નાંખી પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મુકી દેવાયાની ઘટનામાં તપાસ સમિતી રચાઇ : પાંચમીએ રાતે દાખલ કરાયેલા વૃધ્ધાની સંભાળ લેવા છઠ્ઠીએ હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી ત્યારે તે ગાયબ હતાં: શોધખોળ થતાં પીએમ રૂમ પાસે મળી આવ્યાઃ તબિબી અધિક્ષકે ઘટનાને ગંભીર ગણાવી : હાથમાં સડાની સારવાર માટે દાખલ થયા હતાં: જવાદબાર સામે કડક કાર્યવાહીના નિર્દેશઃ એક તબિબ સામે શંકા3:07 PM IST
સુરેન્દ્રનગર જિલ્લાનાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં સ્વદેશી રમતોમાં વિવિધ જિલ્લાના ખેલાડીઓએ દેખાડ્યું કૌવત : ઉભરતા ખેલાડીઓ માટે ગ્રામીણ ઓલિમ્પિક બન્યું પ્રગતિના પ્રથમ પગથિયાં સમાન : વહીવટીતંત્ર દ્વારા વિજેતા ખેલાડીઓને આશરે રૂ. ૨ લાખથી વધુના ઇનામો પ્રોત્સાહન રૂપે અપાશે : સૌપ્રથમ વખત તરણેતરના મેળામાં આવી છું અને અહીં અનેક રમતો જોઈને તથા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિસ્પર્ધીઓને મળીને આનંદની લાગણી અનુભવું છું. પારંપરિક મેળામાં રમતગમતની આ વિશિષ્ટ સ્પર્ધાઓ થકી ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વિકસે છે : રાજકોટના ખેલાડી સ્નેહા દવે4:36 PM IST
જ્યાં નથી મંદિર કે મસ્જિદ : જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં આગામી ૧૩ સપ્ટેમ્બરથી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશે : તા. ૧૩ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ચંદન વિધિ દાતાર બાપુ ના અમૂલ્ય આભૂષણોને ગુફામાથી બહાર કાઢીને પૂજા વિધિ અને દર્શન કરાવવામાં આવશે : જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે3:33 PM IST
૨૩૫ કરોડના ખર્ચે બનનાર ત્રંબા સોૈની યોજનાને મંજુરી મળતા લાભાન્વિંત ગામોમાં હરખની હેલી : જુદા જુદા ગામોના સરપંતો, આગેવાનો અને પ્રજાજનો દ્વારા કુંવરજીભાઇ બાવળીયાનો આભાર માનવામાં આવ્યોઃ તાલુકા પંચાયતના સભ્ય અને સરધારના યુવા આગેવાન ચેતન પાણ દ્વારા સરધાર ખાતે કુંવરજીભાઇનો અભિવાદન સમારોહ યોજાશે10:42 AM IST
ગણપતિ બાપ્પા મોરિયા': ગણેશ ચતુર્થી નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર- ચુરમાના લાડુંનો અન્નકૂટ- ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી : ગણેશ ચતુર્થી નિમિતે બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી : હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી9:26 AM IST
જામનગરની બેડ નદીમાં યુવકની શોધખોળ 1:30 PM IST
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:55 PM IST
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: તમામ ખેલાડીની મેચ ફીમાંથી 35% કપાશે : ન્યુઝીલેન્ડ સામે નિર્ણાયક વનડે જીતીને શ્રેણી પોતાના નામે કરનાર ટીમ ઈન્ડિયાને ત્રણ દિવસ ICCએ અંતિમ મેચમાં ધીમા ઓવર રેટ બદલ ભારતીય ટીમને દોષિત ઠેરવી: આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તમામ ખેલાડીઓની મેચ ફીમાંથી 35 ટકા રકમ કાપવાનો નિર્ણય લેવાયો 10:39 PM IST























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
















































































































































































